Canada: કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ સામે શીખ સમુદાયે ઉઠાવ્યા સવાલો
Canada: કેનેડાની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર થયેલા વિરોધ પ્રદર્શનને લઇને ભારતીય અને ખાસ કરીને શીખ સમુદાયમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. કેલગરીમાં સંખ્યાબંધ ખાલિસ્તાની સમર્થકોએ પ્રદર્શન કર્યું, જેમાં ‘મોદી પાછા જાઓ’ જેવા નારા લગાવવામાં આવ્યા.
આ વિવાદાસ્પદ ઘટના દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા પીએમ મોદીના કાફલા તરફ વલણ ઊભું કરવામાં આવવાનો પ્રયાસ થયો, જેના કારણે સ્થાનિક સુરક્ષા દળોને વધારાની તૈનાતી કરવાની ફરજ પડી. પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાની ધ્વજ લહેરાવતાં ઉગ્રવાદી નારા લગાવાતા, આ ઘટનાનું વીડિયો સોશિયલ મીડિયાએ ઝડપી ઝડપી વાઇરલ થયો છે.
Khalistanis have a MASSIVE convoy on its way to AMBUSH Indian PM Modi at the G7.
Does Canada even have enough security to prevent this from going off the rails?
Will their bank accounts be frozen? pic.twitter.com/i4GMN0D7Fx
— Bruce (@bruce_barrett) June 16, 2025
સ્થાનિક ભારતીય સમુદાય અને શીખ સંગઠનોએ આ પ્રદર્શનની કડક નિંદા કરી છે અને જણાવ્યું છે કે આવી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ માત્ર ભારત વિરોધી જ નહીં, પણ શીખ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને માન્યતાઓ સાથે પણ વિરોધી છે.
Sikhs Of America Founder Slams Khalistanis
Welcomes PM Modi’s Visit To CanadaPrime Minister Narendra Modi will attend the G7 Summit in Alberta, Canada, following an invitation from Canadian PM Mark Carney. Canada-based journalist Harpreet Singh called the summit a crucial… pic.twitter.com/Nss7dAHlFP
— Augadh (@AugadhBhudeva) June 16, 2025
ભારતીય સમુદાયના નેતાઓએ કેનેડા સરકારે આ પ્રકારની હિંસક અને વિભાજક પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવા અને પીએમ મોદીની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. લોકોએ પણ સોશિયલ મીડિયા પર ખાલિસ્તાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે, જેથી આવું કોઈ દુર્ઘટના ફરી ન થાય.