Canada ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાની વાત કરી છે.
Canada સરકારનું આ પગલું ઇમિગ્રન્ટ્સ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હવે ઇમિગ્રન્ટ્સ માટે કેનેડામાં નોકરી મેળવવી અને સ્થાયી થવું મુશ્કેલ બનશે.
કેનેડાની ટ્રુડો સરકારે ફરી એકવાર તેના ઈમિગ્રેશન નિયમોને કડક બનાવવાની જાહેરાત કરી છે. કેનેડા સરકારે આગામી બે વર્ષ માટે ઇમિગ્રન્ટ્સ સંબંધિત નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, “અમે આગામી બે વર્ષમાં કેનેડામાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહ્યા છીએ, આ એક અસ્થાયી નિર્ણય છે, જે આપણી વસ્તી વૃદ્ધિને રોકવા અને આપણી અર્થવ્યવસ્થાને ઉત્તેજીત કરવા માટે લેવામાં આવ્યો છે.”
We’re going to significantly reduce the number of immigrants coming to Canada for the next two years. This is temporary — to pause our population growth and let our economy catch up.
We have to get the system working right for all Canadians.
— Justin Trudeau (@JustinTrudeau) October 24, 2024
‘વસ્તી સ્થિર કરવાની જરૂર છે’
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે આપણી અર્થવ્યવસ્થામાં થયેલા નુકસાન અને ઘટાડામાંથી બહાર કાઢવામાં ઇમિગ્રન્ટ્સે મોટો ફાળો આપ્યો છે, પરંતુ હવે એડજસ્ટમેન્ટ કરવાનો સમય આવી ગયો છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડાને તેની વસ્તી સ્થિર કરવાની જરૂર છે. “અમારી સિસ્ટમે તમામ કેનેડિયનો માટે યોગ્ય રીતે કામ કરવું પડશે,” તેમણે કહ્યું.
શું કહ્યું ઈમિગ્રેશન મંત્રીએ
કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે 2025-2027 ઇમિગ્રેશન લેવલ પ્લાનની જાહેરાત કરી છે. આપણા દેશની આર્થિક સફળતા અને વિકાસ માટે ઇમિગ્રેશન પોલિસી જરૂરી છે. આપણા દેશની જરૂરિયાતો અનુસાર, આ યોજના વસ્તી વૃદ્ધિને રોકવામાં સફળ થશે, જેથી વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય.
Today, we announced the 2025-2027 Immigration Levels plan. Immigration is essential to our country’s economic success and growth. In response to the evolving needs of our country this plan will pause population growth in the short term to achieve well-managed, sustainable growth. pic.twitter.com/fiWZZnJfyF
— Marc Miller ᐅᑭᒫᐃᐧᐅᓃᐸᐄᐧᐤᐃᔨᐣ (@MarcMillerVM) October 24, 2024
2025 થી 2027 સુધીની યોજના
કેનેડામાં નવી ઈમિગ્રેશન પોલિસી હેઠળ 2025માં માત્ર 3,95,000 લોકોને જ પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવશે. આગામી વર્ષોમાં તેમાં વધુ ઘટાડો જોવા મળશે. 2026માં માત્ર 3,80,000 લોકોને અને પછી 2027માં 3,65,000 લોકોને કાયમી નિવાસ આપવાની યોજના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કેનેડા હવે PR આપવા પર ઘટાડો કરી રહ્યું છે.
વસ્તી રેકોર્ડ સ્તરે વધી છે
કેનેડાની રાષ્ટ્રીય આંકડાકીય એજન્સીએ જણાવ્યું હતું કે દેશની વસ્તી 2023 થી 2024 સુધીમાં 3.2 ટકા વધવાનો અંદાજ છે, જે 1957 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. હવે અહીંની વસ્તી 41 મિલિયન થઈ ગઈ છે. આ વસ્તી વધારામાં બહારથી આવતા વસાહતીઓએ ફાળો આપ્યો છે.
આ પણ જાણો
કેનેડા સરકારના આ પગલાથી ઇમિગ્રન્ટ્સ માટે દેશમાં નોકરી મેળવવી અને સ્થાયી થવું મુશ્કેલ બનશે. અગાઉ, વડા પ્રધાન ટ્રુડોએ કહ્યું હતું કે, “અમે કેનેડામાં કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ.” તેમણે કહ્યું હતું કે, “અમે કંપનીઓ માટે કડક નિયમો રજૂ કરી રહ્યા છીએ જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ શા માટે કેનેડિયન કામદારોને પ્રથમ સ્થાને રાખી શકતા નથી.”