China: ચીન દ્વારા તાઇવાનના સ્વતંત્રતા કાર્યકરો પર કાર્યવાહીનો ઇમેઇલ
China: ચીને તાઇવાનની સ્વતંત્રતાને ટેકો આપનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ૩૨૩ લોકોની ઓળખ કરવામાં આવી છે જેમને રાજદ્રોહના આરોપોનો સામનો કરવો પડી શકે છે, જેમાં મૃત્યુદંડની સજા થઈ શકે છે. આ કાર્યવાહી ઈમેલ દ્વારા મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે. આ વ્યક્તિઓ પર તાઇવાનની સ્વતંત્રતાને ટેકો આપવા અને ચીન વિરુદ્ધ કામ કરવાનો આરોપ છે.
ચીને તાજેતરમાં એક ઈ-મેલ આઈડી બહાર પાડ્યું હતું, જેમાં લોકોને તાઈવાનને સ્વતંત્ર જોવા માંગતા વ્યક્તિઓ વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 323 લોકોના નામ જાહેર થયા છે, જેમાં તાઇવાનના કેટલાક રાજકીય નેતાઓ, સંગઠનો અને ઇન્ટરનેટ પ્રભાવકોનો સમાવેશ થાય છે. જો આ લોકો સામેના આરોપો સાચા સાબિત થાય છે, તો તેમને મૃત્યુદંડની સજા થઈ શકે છે.
ચીન અને તાઇવાન વચ્ચે તણાવ ચાલુ છે, ચીન તાઇવાનને પોતાનો ભાગ માને છે, જ્યારે તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે. ચીને તાઇવાનની સ્વતંત્રતાના સમર્થકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.