China Space Plan: ચીન 5 વર્ષમાં ચંદ્ર પર માનવયાત્રા કરશે,મેંગઝોઉ મિશનનું સફળ એસ્કેપ પરીક્ષણ અને ભવિષ્યની તૈયારી
China Space Plan: ચીન તેના માનવયુક્ત ચંદ્ર મિશન માટે મોટી તયારીમાં આગળ વધી રહ્યું છે. ચીને પોતાના નવીનમાનવ અવકાશયાન ‘મેંગઝોઉ’નું સફળ એસ્કેપ (કટોકટી બચાવ) પરીક્ષણ પૂર્ણ કરી માનવયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની દિશામાં એક મોટો પગલું ભરો છે. હવે 2026 માં આ મિશન ‘લોંગ માર્ચ 10A’ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
મેંગઝોઉ મિશન અને એસ્કેપ ટેક્નોલોજીનું મહત્વ
‘મેંગઝોઉ’, જેનો અર્થ છે “સ્વપ્નોનું જહાજ”, એ ચીનનું સૌથી આધુનિક માનવયુક્ત ચંદ્ર અવકાશયાન છે. આ અવકાશયાનની ખાસિયત એ છે કે તેની કટોકટી બચાવ માટેની એસ્કેપ સિસ્ટમ પૂર્ણપણે અંદરથી કાર્યરત છે, જે અગાઉના મિશન કરતા વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર છે.
17 જૂન 2025ના એસ્કેપ પરીક્ષણમાં, મેંગઝોઉના રીટર્ન કેપ્સ્યુલને એસ્કેપ ટાવરથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ એ સનિશ્ચિત કરે છે કે જો લોન્ચિંગ વખતે કોઈ અકસ્માત થાય તો અવકાશયાત્રીઓ સલામત રીતે બચાવી શકાશે.
ટેકનિકલ સુધારાઓ અને સ્વદેશી વિકાસ
આ એસ્કેપ સિસ્ટમ ચીનની ફોર્થ એકેડેમી ઓફ એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોર્પ (CASIC) દ્વારા વિકાસ કરવામાં આવી છે, જેમાં સ્વદેશી સેન્સર, મિકેનિકલ ઘટકો અને સોલિડ રોકેટ મોટર (SRM) ટેકનોલોજીનો ઉપયોગ છે. SRM ઇંધણથી ઊંચો થ્રસ્ટ ઉત્પન્ન થાય છે, જેથી તાત્કાલિક અને જોરદાર એસ્કેપ શક્ય બને છે.
ભવિષ્યની મહત્વપૂર્ણ યોજનાઓ
ચીન 2026 માં ‘લોંગ માર્ચ 10A’ રોકેટ મારફતે મેંગઝોઉ મિશનનું લોન્ચિંગ કરશે, જે અવકાશયાત્રીઓની સુરક્ષા અને મિશન સફળતાની ખાતરી માટે મહત્વપૂર્ણ હશે.
આથી આગળ CNSA (ચાયના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) 2027થી 2030 સુધી ત્રણ વખત ‘લોંગ માર્ચ 10’ રોકેટ દ્વારા ચંદ્ર મિશન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. 2030માં ત્રણ અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતરીને ચંદ્ર સપાટી પર પગ મૂકશે.
ચંદ્ર પર માનવયાત્રાનો ચીનનો દૃઢ પ્રકલ્પ
2023માં ચાંગ’ઇ 6 અવકાશયાનના સફળ મિશન પછી, ચીનના ચંદ્ર માટેના માનવયુક્ત અભિયાન હવે સપનાથી વાસ્તવિકતા તરફ આગળ વધે છે. ટેક્નોલોજી અને તકનીકી સુરક્ષામાં થયેલી નવી પ્રગતિઓ ચંદ્ર પર માનવ મોકલવાની દિશામાં ચીનને વધુ મજબૂત બનાવે છે.