ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની અનુશાસન મામલાની સમિતીએ માન્યુ છે કે ડૉક્ટર લી વેનલિયાંગના મામલે તેમનાથી ભૂલ થઇ. ચીને આજે તેમના પરિવારજનોની માંફી માંગી છે. ડૉક્ટર લી વેનલિયાંગને ચેતવણી આપનારા બે પોલીસ કર્મીઓ વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીની વાત પણ કહેવામાં આવી છે.
જોકે, તે બાદ પોલીસે લીને ફટકાર લગાવી હતી, તેમની પર આરોપ લગાવવામાં આવ્યો કે તે અફવા ફેલાવી રહ્યો છે. જેની માટે તેની પર ગુનાહિત આરોપ નક્કી કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાની વાત છે, ત્યારથી લઇને અત્યાર સુધી કોરોના વાયરસ પુરી દુનિયામાં આશરે 11 હજારથી વધુ લોકોનો જીવ લઇ ચુક્યો છે. બે લાખથી વધુ લોકો તેની ઝપટમાં આવી ગયા છે. લી વેનલિયાંગના મોત બાદ મોટી સંખ્યામાં લોકોએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
ચીન પર અવાર નવાર તે સૂચનાઓને છુપાવવાનો આરોપ લાગતો રહ્યો છે, જે તેની છબી ખરાબ કરે. આ સદીની શરૂઆતમાં ફેલાયેલા સાર્સને લઇને મુદ્રાના અવમૂલ્યન સુધી ચીનની સરકાર અથવા તો સૂચનાઓ છુપાવે છે અથવા પછી તેમની પોતાની સુવિધાના હિસાબ બદલીને દુનિયા સુધી પહોચાડે છે. ડોક્ટર લી વેનલીંગના પરિવાર પ્રત્યેની તેણીની માફી એ એક અણધારી વસ્તુ છે.