ઈરાનની નૌસેનાનું સૌથી મોટુ જહાજ આગ લાગવવાના કારણે બુધવારે ડૂબી ગયુ હતું. ઓમાનની ખાડીમાં થયેલી આ દુર્ઘટનાનું કારણ હજૂ સુધી સ્પષ્ટ થયુ નથી. ઈરાનની અર્ધ સરકારી સમાચાર એજન્સીએ આ પ્રકારની જાણકારી આપી છે. ખર્ગ નામનું આ જહાજને બચાવવાની કોશિશ કરવામાં આવી પણ અંતે તે ડૂબી ગયુ હતું.આ જહાજનું નામ ખર્ગ દ્વીપ પર રાખવામાં આવ્યુ હતું. જે ઈરાન પ્રમુખ તેલ ટર્મિનલ છે. મોડી રાતે 2.25 કલાકે આ જહાજમાં આગ લાગી હતી. ફાયરકર્મીઓને તેને ડૂબતુ બચાવવાની ખૂબ કોશિશ કરી હતી. પણ મહેનત પર પાણી ફરી વળ્યુ. આ જહાજ ઈરાનના જસ્ક બંદર પાસે ડૂબ્યુ હતું. જે તહેરાનથી 1270 કિમી દૂર છે. આ દુર્ઘટના સ્ટ્રેટ ઓફ હોરમૂઝની પાસે થઈ હતી. જે ફારસની ખાડીનો એક સાંકળો રસ્તો છે.યુએસ નેશનલ ઓસિયેનિક એન્ડ એટમસફેરિક એડમિનિસ્ટ્રેશને જહાજમા લાગેલી આગ અંતરિક્ષમાંથી સેટેલાઈટ દ્વારા શોધ કરી લીધી હતી. તેમણે ઈરાની મીડિયાના રિપોર્ટ કરતા પહેલા જ આ ઘટના અંગે જાણકારી આપી દીધી હતી.
