ચીનમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. આ બિમારીથ મરનારાઓની સંખ્યા 1631 થઈ ગઈ છે. માત્ર શુક્રવારે જ આ બિમારીથી ચીનમાં 143 લોકોના મોત થઈ ગયા છે.
કોરોના વાયરસનું કેન્દ્ર રહેલ હુબેઈ પ્રાંતમાં આ બિમારીએ 2420 નવા લોકોને પોતાની ચપેટમાં લઈ લીધી છે. ચીનના નેશનલ હેલ્થ કમીશનના અધિકારીઓએ કહ્યું કે, શુક્રવારે હુબેઈ પ્રાંતમાં આ બિમારીથી 139 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે હેનાનમાં 2 લોકો આ વાયરસની ચપેટમાં આવીને માર્યા ગયા.
રાજધાની બેઈઝિંગમાં એક વ્યક્તિ આ બિમારીનો શિકાર બની ગયો, જ્યારે ચોંગચિંગમાં પણ એક વ્યક્તિનું મોત થઈ ગયું હતુ. આવી રીતે માત્ર શુક્રવારે જ 143 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે મોતનો કુલ આંકડો 1631 થઈ ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકારે આપેલા આંકડાઓ કરતાં મોતનો સાચો આંકડો ઘણો વધારે છે.