વિશ્વમાં કોરોના વાયરસનાં અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે કેસ નોંધાયા છે. ઉધરસ, શરદી અને ભારે તાવ એ આનાં લક્ષણો છે. જ્યારે આ ખતરનાક વાયરસની ઝપેટમાંથી બહાર આવેલા લોકોએ પોતાનાં અનુભવમાં આને વધારે ખતરનાક ગણાવ્યું છે. 25 વર્ષનાં કૈનોર રીડ ચીનનાં વુહાન શહેરમાં સ્થિત એક સ્કૂલમાં કાર્યરત છે. કોરોના વાયરસનાં ભોગ બનેલા કૈનોરે એક ડાયરીમાં કોરોના વાયરસ દરમ્યાન અનુભવેલા દર્દની કહાની વ્યક્ત કરી છે. કૈનોરે જણાવ્યું કે, આ વાયરસની ઝપેટમાં આવ્યાં બાદ તેઓને સાઇનેસ જેવી પીડા થતી હતી. નાકની ઉપર માથામાં દરેક વખતે ભારે પીડા થતી હતી.
કૈનોરે કહ્યું કે, તેને કાનમાં ખૂબ દબાણ જેવો અનુભવ ક્યારેક ક્યારેક થતો હતો. કૈનોરે લોકોને કાનમાં થનારી આ વિચિત્ર દુઃખાવાથી છૂટકારો મેળવવા માટે ઇયરબર્ડનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપી છે. કૈનોરે કોરોના વાયરસનાં જે લક્ષણોને શેર કર્યા તેમાં આંખોમાં ખૂબ જ બળતરા પણ થાય છે. આ બળતરા એવી છે કે જેવું આપ સ્મોક અથવા સ્મૉગ દરમ્યાન અનુભવો છો.
એક અન્ય કોરોના વાયરસ સર્વાઇવર કેવિન હૈરિસે જણાવ્યું કે, આની અંદર ખૂબ જ તાવ રહેતો હતો. આ સામાન્ય શરદી-તાવમાં થનારો જેવો દુઃખાવો હોય છે તેવો જ આ દુઃખાવો થતો હોય છે. તેમનું કહેવું એમ છે કે આવું થાય ત્યારે ડૉક્ટરની સલાહ લઇને ઇબોપ્રોફેનની જગ્યાએ પૈરાસિટામોલ લઇ લેવી એ અતિ ઉત્તમ છે.
એડ્રયૂ ઓ ડ્વૉયર નામનાં એક દર્દીએ ગળામાં દુઃખાવો અને થુંકમાં વારંવાર લાળ આવવા વિશે જણાવ્યું. આ દરમ્યાન તેમનું ગળું ખૂબ જ સુઝાઇ ગયું હતું અને તેમાં દુઃખાવો વધારે વધી ચૂક્યો હતો. ઇલિઝાબેથ સ્નાઇડર નામની એક કોરોના વાયરસ પીડિતે જણાવ્યું કે, શરદી અને તાવ સિવાય પણ તેઓએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેમની પગની એડીમાં પણ હંમેશા દુઃખાવો રહેતો હતો. ઘૂંટણ, કાંડા, ખભો અને કોણીનો ભાગ હંમેશા દુઃખતો રહેતો હતો. જૈમુઆએ સાએ ઉંગ નામનાં એક થાઇલેન્ડ નિવાસીએ જણાવ્યું કે, તેઓને ખૂબ થાકનો અનુભવ થતો હતો અને કંઇ પણ ખાવાનું મન પણ ન હોતું કરતું.
કેવાં હોય છે Coronaનાં લક્ષણો?
– Corona વાયરસનાં લક્ષણ તરીકે સામાન્યતઃ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ વધવાને માનવામાં આવે છે પરંતુ શરદી-ઉધરસને નહીં.
– જો તમને તાવ હોય ને જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમને Corona હોઇ શકે છે.
– વાયરસનાં અન્ય લક્ષણોમાં શરદી-ઉધરસ, થાક અને નબળાઇ પણ સામેલ છે. આ ફ્લૂનાં પણ લક્ષણ છે.
– સંક્રમણનાં લક્ષણ દેખાયાનાં 2થી 14 દિવસની અંદર અંદર દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.
આથી તમને જણાવી દઇએ કે જેઓને લાગે કે તેમને આવા લક્ષણો દેખાય છે તો તેમણે ડૉક્ટરની સલાહ લઇ લેવી જોઇએ.