ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ન કોરોના વાયરસ સામેની જંગમાં જીત્યા બાદ ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. આ અંગે તેમણે ખુદ જાહેરાત કરી છે. પીએમ જસિન્ડા આર્ડર્ને એક રેડિયો ચેનલને જણાવ્યું કે, તેણી અને તેના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડને આખરે લગ્નની તારીખ મળી ગઈ છે. એક સ્થાનિક અખબારે જેસિન્ડા અર્ડર્નને ટાંકીને જણાવ્યું છે કે, “તેનો અર્થ એ નથી કે અમે બધાને તેના વિશે જણાવી દીધું છે.” અમે સંભવત કેટલાક લોકોને આ સમારોહમાં આમંત્રિત કરવા માંગીએ છીએ. ”40 વર્ષીય આર્ડર્ને 2019 માં 44 વર્ષીય ગેફોર્ડ સાથે સગાઇ કરી હતી. તેમને એક બે વર્ષની પુત્રી પણ છે. માનવામાં આવે છે કે તે ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે લગ્ન કરી શકે છે.જો કે માનવામાં આવે છે કે આ લગ્ન સમારોહ પરંપરાગત રીતે કરવામાં આવશે અને તેમાં વધારે ઝાકઝમાળ કરવામાં નહીં આવે. પીએમ જેસિન્ડાએ પોતે સ્વીકાર્યું હતું કે તે લગ્નની પાર્ટી માટે પોતાને થોડી ઉંમરલાયક માને છે. વડા પ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ આ સંદર્ભમાં કહ્યું હતું કે તેના વિશે વધુ કંઈ કહેવા માટે નથી.જેસિન્ડા આર્ડર્ને 2017 માં શપથ લીધા હતા. તે ન્યૂઝીલેન્ડની સૌથી યુવા પ્રધાનમંત્રી છે. જ્યારે તેણીએ આ પદ સંભાળ્યું ત્યારે તે ગર્ભવતી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં, તેણી ફરી એક વખત ચૂંટણી જીતી ગઈ. કોરોના વાયરસ સામે લડવાના તેમના પ્રયત્નોની રાષ્ટ્રવ્યાપી પ્રશંસા કરવામાં આવી હતી અને લેબર પાર્ટીએ ઇતિહાસમાં સૌથી મોટો વિજય મેળવ્યો હતો.ગયા વર્ષે ડિસેમ્બરમાં, ન્યુઝીલેન્ડે કોરોના વાયરસ સામે જંગ જીતી હતી. સરકારે નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમના દેશમાં એક પણ કેસ નથી. આને કારણે સરકારે તમામ પ્રતિબંધો હટાવી લીધા. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાને આ યુદ્ધને જીતવા માટે રાત-દિવસ એક કર્યાં હતા. તેણે તેના લગ્ન પણ મુલતવી રાખ્યા. તેણે તેના પરિવાર સાથે સમય વિતાવવા માટેના બધા કાર્યક્રમો પણ રદ કર્યા હતા.
