અમેરિકામાં એક દંપતિએ દાયકાઓ સુધી એક બીજાને સુખ-દુઃખમાં સાથ આપ્યું અને જ્યારે ફાની દુનિયાને અલવિદા કહેવાનો સમય આવ્યો તો બંનેએ થોડી મિનિટના અંતરે દુનિયા છોડીને ચાલ્યાં ગયા. બિલ અને એસ્તેર ઇલિનસ્કી લગભગ સાત દાયકા સાથે વિતાવ્યાં. બંને એક બીજાના પૂરક હતા. જ્યારે બંનેના મોત થયા તો પણ તે થોડી મિનિટોના અંતર પર. તેમના માત્ર સંતાન સારા મિલ્વાઇસ્કીએ કહ્યું, મારા માતા-પિતાની આ અઠવાડિયા અંતમાં લગ્નની 67મી વર્ષગાંઠ હતી. આ મારા માટે આઘાતજનક છે. સારાના પિતાની ઉંમર 88 અને માતાની ઉંમર 92 વર્ષની હતી.સારાએ કહ્યું કે મારા માટે આ ખુબ જ આઘાતજનક છે. ગત વર્ષે કોરોના મહામારી આવ્યા બાદ તેમણે કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરતા હતા. મારી માતા ઘરમાં જ રહેતી હતી અને પિતા પણ જરૂરી કામ માટે જ બહાર જતા હતાં.એસ્ટેર ઇલિનસ્કીનું એક માર્ચની સવારે દસ વાગ્યેને 15 મિનિટે મોત થયું અને તેના 15 મિનિટ બાદ તેના પતિનું મોત થયું.
