કોરોના વાયરસ અત્યાર સુધી વિશ્વના 180 દેશો સુધી પહોચી ચુક્યુ છે. કેટલાક દેશ એવા પણ છે જ્યા કોરોનાનો અત્યાર સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. જેમાં ઉત્તર કોરિયા પણ સામેલ છે. કિમ જોંગ ઉન સરકારનું કહેવુ છે કે તેમના ત્યા કોરોનાનો કોઇ કેસ સામે આવ્યો નથી. જ્યારે તેમના દેશની સરહદ ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે જોડાયેલી છે. આ બન્ને દેશોમાં કોરોના વાયરસ ઘણા લોકોને સંક્રમિત કરી ચુક્યો છે.
યૂનિવર્સિટીના 31 માર્ચના ડેટા અનુસાર આફ્રિકા મહાદ્વીપમાં એવા કેટલાક દેશ છે જ્યા અત્યાર સુધી કોરોના વાયરસની અસર થઇ નથી. બોત્સવાના, તુર્કમેનિસ્તાન, તજાકિસ્તાન, યમન, કોમોરોસ, મલાવી, સાઓ તોમે એન્ડ પ્રિંસિપી, દક્ષિણ સુદાન એવા દેશ છે જ્યા કોવિડ-19નો કોઇ કેસ સામે આવ્યો નથી. આ સિવાય સોલોમન આઇસલેન્ડ, વાનૂઆતુ જેવા આઇલેન્ડ પણ હજુ કોરોના સંક્રમણથી બચેલા છે.