કોરોના બાદ હવે દેશમાં એક નવા રોગની ચર્ચા વધી ગઈ છે અને તે છે બ્લેક ફંગસ (મ્યુકોરમાઇકોસિસ) ફંગસનું એ રૂપ જે જાનલેવા બની ગયું છે. આ બીમારીને લઈને લોકોમાં ડરનો માહોલ બનતો જાય છે. એટલું જ નહીં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસ પણ ચર્ચામાં આવી ગયું છે. આ ફંગસને કારણે લોકોનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઇ રહ્યું છે. જોકે, કેટલાંક એવા ફંગસ પણ છે જેનો ઉપયોગ જડી બૂટી બનાવવા માટે પણ ઉપયોગ થયા છે. તે જીવન માટે ઘણી જ મહત્વની છે. એવામાં આજે તમને એવા ફંગસ અંગે જણાવવા જઈ રહ્યા છી જે લાખો રૂપિયામાં વેચાય છે. આ દુનિયાની સૌથી મોંઘી ફંગસ છે.પહાડી વિસ્તારોમાં મળી આવતી આ ફંગસનું નામ છે Caterpillar Fungus. માહિતી મુજબ 1 કિલો કેટરપિલર ફંગસની કિંમત લગભગ 20-30 લાખ રૂપિયા છે. ભારતમાં તેને કીડા જડી, યારશાગુંબા અથવા હિમાલયન વિયાગ્રાના નામે ઓળખાય છે.આ ફંગસ એક ખાસ કીડાના કેટરપિલર ને મારીને તેની ઉપર પેદા થાય છે. આ જડીનું વૈજ્ઞાનિક નામ કોર્ડિઍપ્સ સાઈનેસિસ છે. વિદેશમાં આ ફંગસની ઘણી માંગ રહે છે. ભારત ઉપરાંત નેપાળ અને ચીનમાં તે મળી આવે છે.કીડા જડી નેપાળ અને ચીનના અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકો રોજી રોટીનો મુખ્ય સ્ત્રોત છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં તેને ખાનગી રીતે વેચવામાં આવે છે. કારણ કે ભારતમાં આ ઔષધિ પ્રતિબંધિત છે.ચીનમાં કીડા જડીને શારીરિક ઉત્તેજના વળી દવા તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત એથ્લીટ સ્ટીરોઈડ તરીકે તેનો ઉપયોગ કરે છે. કેટરપિલર ફંગસની ઉપલબ્ધતા ઝડપથી ઘટી રહી છે. તેની ઉપલબ્ધતામાં 30 ટાકા સુધીનો ઘટાડો આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ(IUCN)એ તેને રેડ લિસ્ટમાં મૂકી છે.
