Election:દિસનાયકેની આગેવાની હેઠળની NPPને શ્રીલંકાની સંસદીય ચૂંટણીમાં મળી બહુમતી,ગાલેમાં 70 ટકાથી વધુ મતો મળ્યા.
Election:શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમાર દિસાનાયકેની આગેવાની હેઠળની નેશનલ પીપલ્સ પાવર પાર્ટી (એનપીપી)ને સંસદીય ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળી છે. અગાઉ, સ્થાનિક સમય અનુસાર રાત્રે 11 વાગ્યા સુધી જાહેર કરાયેલા પ્રારંભિક પરિણામો અનુસાર, NPPને 70 ટકા મત મળ્યા હતા. મુખ્ય વિપક્ષી દળ સામગી જન બાલાવેગયા (SJB) અને પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સમર્થિત નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ (NDF)ને અનુક્રમે 11 અને પાંચ ટકા મત મળ્યા હતા. NPPએ દક્ષિણ પ્રાંતની રાજધાની ગાલેમાં 70 ટકાથી વધુ મત સાથે નિર્ણાયક જીત મેળવી હતી.
65 ટકા મતદાન થયું હતું.
શ્રીલંકાની વસ્તી 21 મિલિયન છે અને તેના 17 મિલિયનથી વધુ મતદારો છે. સંસદીય ચૂંટણીઓ પાંચ વર્ષની મુદત માટે યોજાય છે. શ્રીલંકામાં ગુરુવારે લગભગ 65 ટકા મતદાન થયું હતું અને હવે પરિણામ પણ આવી ગયા છે. શ્રીલંકાની સંસદમાં 225 બેઠકો છે અને બહુમતી માટે 113 બેઠકો જીતવી જરૂરી છે. અહીં બે મહિના પહેલા સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.