કોરોના વાયરસની ઝપટમાં અત્યાર સુધી 182 દેશો આવી ગયા છે. વાયરસના કારણે અત્યાર સુધી 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 2 લાખ 75 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ છે. સારી વાત એ છે કે આ દરમિયાન 90 હજારથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. સૌથી ખરાબ સમાચાર ઈટાલીમાંથી આવ્યા છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત થયા છે. આ મોત સાથે ત્યાં કુલ મૃત્યુઆંત 4,000 પાર થઈ 4,032 થઈ ગયો છે. ઈરાનમાં વધુ 149 લોકોના મોત થયા છે. સ્પેનમાં પણ છેલ્લા 24 કલાકમાં વધુ 212 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,000 પાર 1,043 થઈ ગયો છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 250 થઈ છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 500થી ઉપર થઈ ગઈ છે
કોરોનાવાયરસ પોતાને કહેર સમગ્ર વિશ્વમાં વર્તાવી રહ્યો છે. તેની ઝપટમાં અત્યાર સુધી 182 દેશો આવી ગયા છે. વાયરસના કારણે અત્યાર સુધી 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 2 લાખ 75 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ છે. સારી વાત એ છે કે આ દરમિયાન 90 હજારથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. સૌથી ખરાબ સમાચાર ઈટાલીમાંથી આવ્યા છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત થયા છે. આ મોત સાથે ત્યાં કુલ મૃત્યુઆંત 4,000 પાર થઈ 4,032 થઈ ગયો છે. ઈરાનમાં વધુ 149 લોકોના મોત થયા છે. સ્પેનમાં પણ છેલ્લા 24 કલાકમાં વધુ 212 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,000 પાર 1,043 થઈ ગયો છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 250 થઈ છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 500થી ઉપર થઈ ગઈ છે