Elon Musk:એલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલીની કરી પ્રશંસા, અમેરિકન સિસ્ટમ પર કર્યો કટાક્ષ
Elon Musk:વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલીના વખાણ કર્યા છે અને સાથે જ અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાને પણ આડે હાથ લીધી છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક યૂઝરે પોસ્ટ કરી હતી, જેમાં એક લેખનું હેડલાઈન પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે ‘ભારતે એક દિવસમાં 64 કરોડ વોટ ગણ્યા’.
એલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી હતી.
આ પોસ્ટનો જવાબ આપતા Elon Musk લખ્યું કે ‘ભારતમાં એક દિવસમાં 64 કરોડ વોટની ગણતરી થઈ અને કેલિફોર્નિયામાં હજુ પણ વોટની ગણતરી ચાલી રહી છે.’ અન્ય એક યુઝરે ભારતમાં એક દિવસમાં 64 કરોડ મતોની ગણતરીની વાત પણ કરી અને નિરાશા વ્યક્ત કરી કે અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં ચૂંટણીને બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ મતોની ગણતરી ચાલુ છે. આ પોસ્ટ પર પણ પ્રતિક્રિયા આપતા મસ્કે તેને ‘દુઃખ’ ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જે લેખ પર ઈલોન મસ્કે પ્રતિક્રિયા આપી હતી તેમાં થોડા મહિના પહેલા યોજાયેલી લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ હતો. લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં 90 કરોડ મતદાતા છે અને લગભગ 64 કરોડ લોકોએ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ભારતની ચૂંટણી એ વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે અને લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ તે એક ચમત્કાર છે.
https://twitter.com/Jude_62/status/1860451496711655888