યુરોપીય યુનિયનથી બ્રિટનની અલવિદાને યુરોપીય સાંસદોની મંજૂરી મળી ચૂકી છે. આ સાથે જ આજે 31 જાન્યુઆરીએ બ્રિટન ઔપચારિક રીતે EUથી બહાર થઈ જશે. બ્રિટનના યુરોપીય યુનિયનથી બહાર થયા બાદ વિશ્વભરની અર્થ વ્યવસ્થામાં મોટો પરિવર્તન જોવા મળશે.
બ્રિટનના યુરોપીય યુનિયન (EU) સાથે સંકળાયેલા સાંસદ ફેયરવેલ પાર્ટીમાં ભાવુક જોવા મળ્યા. આ દરમિયાન યુરોપીય સંઘ સાથે સંકળાયેલા 73 સાંસદોએ ફેયરવેલ પાર્ટીમાં ભાગ લીધો. ઔપચારિક વિદાય બાદ હવે બ્રિટનના બહાર જવાની અંતિમ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
બ્રિટન યુરોપીય યુનિયનથી બહાર જનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ સમજૂતિ પર બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ગત વર્ષના અંતમાં EUના 27 અન્ય નેતાઓ સાથે વાર્તા બાદ અંતિમ ઓપ આપ્યો હતો. બ્રિટન 1973માં યુરોપીય સંઘ સાથે જોડાયું હતું અને હવે 47 વર્ષ બાદ તેનાથી જુદુ પડી રહ્યું છે.
બ્રિટનના આ નિર્ણયની અસર માત્ર બ્રિટન પર જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશો પર પણ પડશે. એક અનુમાન પ્રમાણે, બ્રિટિશ અર્થ વ્યવસ્થાને જ દર વર્ષે 53 હજાર કરોડ રુપિયાનું નુક્શાન થશે.
થિંક ટેન્ક રૈંડ યુરોપ અન જર્મનીના બૈર્ટૈલ્સમન ફાઉન્ડેશનના રિસર્ચમાં જણાવાયું છે કે, બ્રેક્ઝિટ (BREXIT)થી બ્રિટનમાં વસ્તુ અને સેવાઓ પર ટેક્સ લાગશે. લોકોને 45 હજાર કરોડ રુપિયાનું નુક્સાન થશે અને પ્રતિ વ્યક્તિ ભારણ 68 હજાર રુપિયા આવશે.
વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં યુરોપીય યુનિયનની ભાગીદારી 22 ટકા છે અને બ્રિટનના હટવાથી તે 18 ટકા થઈ જશે. આટલું જ નહી, યુરોપિય યુનિયનની વસ્તીમાં પણ 13 ટકાનો ઘટાડો આવશે.
આ ઉપરાંત લોકોના પ્રવાસ પર પણ તેની અસર પડશે. યુરોપિયન યુનિયનમાં સામેલ અન્ય દેશોના લોકો હવે વિઝા વિના બ્રિટન નહીં જઈ શકે, પહેલા આવું નહતુ કારણ કે યુનિયનમાં સામેલ દેશોમાં નાગરિક યુનિયનના અન્ય દેશોમાં વિઝા વિના ફરી શકતા હતા.
BREXITની ભારત પર અસર
બ્રિટનમાં રોકાણ કરનારા દેશોમાં ભારત ત્રીજો મોટો દેશ છે. બ્રિટિશ ચલણ પાઉન્ડની કિંમત ઘટવાથી તેના નફા પર અસર પડશે. આ ઉપરાંત યુરોપે નવા નિયમો બનાવ્યા તો, ભારતીય કંપનીઓને નવેસરથી કરારો કરવા પડશે.
BREXIT કેમ થયું?
આની શરૂઆત 2008માં થઈ, જ્યારે બ્રિટનની અર્થ વ્યવસ્થામાં ભયંકર મંદી આવી હતી. દેશમાં મોંઘવારી વધી ગઈ હતી અને બેરોજગારી વધી ગઈ હતી. જે બાદ બ્રિટનની રાજનીતિક પાર્ટીઓને લાગ્યું કે, અરબો પાઉન્ડની ફિસ ચૂકવ્યા બાદ પણ બ્રિટનનને તેનો ખૂબ જ ફાયદો નથી થઈ રહ્યો અને પછી BREXITની માંગ ઉઠી હતી.