અમેરિકાનાં જગવિખ્યાત હાર્ટ ઑફ ઑક્સિજન તરીકે ઓળખાતા એમેઝોનનાં જંગલોમાં આજે સવારે ફરી ભીષણ આગ ફાટી નીકળી હતી. છેલ્લા આઠ માસમાં આ 72 હજારમી આગ હતી.
મિડિયા રિપોર્ટ મુજબ, આ જંગલોમાં વધી રહેલા પ્રદૂષણ અને માનવ સર્જિત ભૂલોના કારણે સતત આગ લાગવાના બનાવો વધી રહ્યા છે અને એને કારણે આસપાસનાં રાજ્યો અને શહેરોમાં ભયજનક પરિસ્થિતિ સર્જાવા માંડી હતી. આજની વાત કરીએ તો ઑગસ્ટના આરંભથીજ એમેઝોનાઝ શહેરમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી.
એમેઝોનનાં જંગલોમાં વારંવાર લાગતી ભીષણ આગના પગલે થતા ધૂમાડાથી નજીકના બ્રાઝિલ અને અન્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ વણસતી નજરે પડી હતી