બાંગ્લાદૈશની રાજધાની ઢાકાના એક એરીયામાં બુધવારે ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં ઓછામાં ઓછા 70 લોકોના મોત નિપજ્યા છે અને 56 લોકો ઘાયલ થયા છે. આ આગ એક એપાર્ટમેન્ટમાં લાગી હતી, જેમાં કેમિકલના ગોડાઉન હતા. બાંગ્લાદેશના દમકલ વિભાગના પ્રમખે જણાવ્યું હતું કે હજી સુધી તેમણે 45 લાશ મળી છે. તેની સંખ્યા હજી વધી શકે છે.
આગ લાગવાનું હજી કોઈ ચોક્ક્સ કારણ બહાર આવ્યું નથી. તેના પર ફાયર બ્રિગ્રેડના એહમદે જણાવ્યું હતું કે ઢાકાના આ ચોક બજાર એરિયામાં ગેસ સિલિન્ડરના કારણે આગ લાગી હોય શકે છે. ત્યારબાદ તે આખી ઈમારતમાં ફેલાઈ ગઈ. આ બિલ્ડીંગમાં સ્પ્રે સહિત બીજા અન્ય કેમિકલ પણ હતા. તેમણે જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે ખુબ ટ્રાફીક હતો આથી લોકો ભાગી શક્યા નહીં. જ્યાં આગ લાગી હતી ત્યાં ગલીઓ ખુબ સાંકળી હતી. આ આગ બુધવારે રાતે 10 વાગ્યાને 40 મિનીટે લાગી હતી.