કેલિફોર્નિયા અને એરિજોનાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. દક્ષિણી કેલિફોર્નિયાના કેમ્પ પેંડલટનમાં છેલ્લા 24 કલાકમાં અંદાજે 8 હજાર એકર જંગલ બળીને ખાખ થઇ ગયા છે. જ્યારે લોસ એજિલેંસના અલગ-અલગ વિસ્તારોમાં 1200 એકરમાં આગ લાગવાના કારણે નુકસાન થયું છે.
અમેરિકાના જંગલોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે 125થી વધારે ફાયર બ્રિગેડના જવાનો કામ કરી રહ્યાં છે. જ્યારે બીજી તરફ એરિજોનાના ટસ્કનમાં આગ ફેલાતી જોવા મળી રહી છે. અહીં અંદાજે 5 હજાર એકર જંગલ આગની ઝપેટમાં આવી ગયું છે. લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યાં છે.
વેંચુરા કાઉન્ટીમાં આગના કારણે અંદાજે 200 એકર જંગલ તબાહ થઈ ગયા છે. લેક પિરુ વિસ્તારમાંથી 2100 લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યાં છે. જ્યારે એરિજોનાના ટસ્કનમાં પણ આગ ફેલાઈ રહી છે. ત્યાં લગભગ 5 હજાર એકર જંગલ ઝપટમાં આવ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યુ છે.
જણાવી દઈએ કે ગત વર્ષના ઓક્ટોબરમાં કેલિફોર્નિયામાં લાગેલી આગના કારણે અંદાજે 1,00,000 લોકોને ઘર છોડવું પડ્યું હતું. જેમાં આગના કારણે 25,000થી વધારે ઘર બળીને ખાખ થઇ ગયા હતા.