ઓસ્ટ્રેલિયાના જંગલમાં અત્યાર સુધીની સૌથી મોટી આગ લાગી છે. અહીના જંગલ કેટલાક દિવસથી સળગી રહ્યા છે. જંગલની આગને જોતા દેશના વડાપ્રધાન સ્કોટ મોરિસને 13 જાન્યુઆરીથી શરૂ થતી પોતાની ચાર દિવસીય ભારત યાત્રાને રદ કરી દીધી છે. જોકે, વડાપ્રધાન મોરિસને કહ્યું કે તે આગામી મહિનામાં સાચા સમયે ફરી એક વખત યાત્રાની તારીખ નક્કી કરશે. આગને કારણે કરોડો મુંગા પ્રાણીઓ બળીને ખાખ થઇ ગયા હતા. દેશ-વિદેશમાં આગને ઓલવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આગમાં લગભગ 50 કરોડ જાનવર બળીને મર્યા
ચાર મહિનાનો સમય વિતી ગયો છે પરંતુ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ ઓલવાતી નથી. યૂનિવર્સિટી ઓફ સિડનીના ઇકોલોજિસ્ટે અનુમાન લગાવ્યુ છે કે અત્યાર સુધી 50 કરોડ જાનવરોના મોત આગમાં બળવાને કારણે થયા છે
આ અઠવાડિયે તટ તરફ વધી રહેલી આગે 200થી વધુ ઘરોનો પણ નષ્ટ કરી દીધા છે. કેટલાક લોકો હજુ પણ આગ પ્રભાવિત વિસ્તારમાં છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં આ સીઝનમાં આગ સબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને આ સંખ્યા વધવાની સંભાવના છે. વિક્ટોરિયાના પૂર્વી જીપ્સલેન્ડમાં 43, જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં 176 ઘર આગમાં નષ્ટ થયા છે.