ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવા માટે વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો ભારતીયસેનામાં સામેલ થશે. રાફેલના વધુ ત્રણ વિમાનો ભારત આવવા રવાના થઈ ગયાછે. આ પહેલા 21 એપ્રિલના રાફેલ વિમાન (રાફેલ એરક્રાફ્ટ) ના પાંચમી ખેપ ફ્રાંસથી 8 હજારકિમીનું ઉડાન ભરીને ભારત આવી હતી. નવા વિમાનોઆવ્યા પછી દેશમાં રાફેલ ફાઇટર જેટની સંખ્યા વધીને 23 પર પહોંચી ગઈ છે.બંને દેશો વચ્ચેની સમજૂતિ પછી 5 રાફેલ વિમાનનો પહેલો જથ્થો 29 જુલાઈ 2020માં ભારત આવ્યો હતો. આ વિમાનો ગત વર્ષે 10 સપ્ટેમ્બરે અંબાલા એક કાર્યક્રમમાં અધિકારીક રૂપથી ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. 3 રાફેલ વિમાનોનો બીજો જથ્થો 3 નવેમ્બરના રોજ ભારત પહોંચ્યો હતો 27 જાન્યુઆરી 2021 ના વધુ 3 ફાઇટર જેટ વાયુસેનામાં સામેલ થયા હતા. તે પછી 21એપ્રિલે વધુ એક રાઉન્ડ રાફેલ વિમાનની પાંચમી ખેપ ભારત આવી હતી.
ભારતીય વાયુ સેનાનો હિસ્સો બની ચૂકેલ રાફેલ લડાકૂ વિમાન પોતાના દુશ્મનોને તબાહ કરવા માટે તૈયાર છે. આ લડાકૂ વિમાન માટે એરફોર્સે જે ખાસ વેપન સિસ્ટમ HAMMERની માગ કરી હતી. તેની ફ્લાઈટ ટેસ્ટિંગ થઈ ચૂકી છે. HAMMER અર્થાત્ હાઈલી એજાઈલ એન્ડ મૈનોવરેબલ મ્યૂનિશન એક્સટેંડેડ રેન્જ. આ એવું હથિયાર બન્યું છે જે GPS વિના પણ પોતાના ટાર્ગેટને શોધીને ખત્મ કરી નાંખે છે.
દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં આ મિસાઈલના 1,000 ટન વજનવાળા વર્ઝનનું રાફેલ સાથે ફ્લાઈટ ટેસ્ટિંગ કરાયું છે. પોતાની હાજરી પર આ રાફેલમાં લાગનારી બીજી ભારે મિસાઈલ હશે. લગભગ 1,200 કિલો વજનવાળી SCALP ક્રૂઝ મિસાઈલ પણ રાફેલ સાથે જોડી શકાય છે. આ મિસાઈલ પણ ભારત આવનારા રાફેલ વિમાનનો એક ભાગ હશે.
હેમર મિસાઈલની રેન્જ 20 કિમીથી 70 કિમી સુધીની હોઈ શકે છે. અર્થાત લોન્ચ એરક્રાફ્ટ દુશ્મનના રડાર -એર ડિફેન્સ સિસ્ટમની નજરમાં નહીં આવી શકે. ખાસ વાત એ છે કે વિસ્તાર ભલેને ગમે તેવો હોય, આ મિસાઈલ પોતાનો ટાર્ગેટ ગોતી લે છે. તેને ઓછી ઊંચાઈએથી અને પહાડી વિસ્તારોમાં પોતાનો શિકાર શોધવામાં સફળતા મેળવી છે. એજ કારણોથી ચીન અને પાકિસ્તાનથી જોડાયેલી સીમા ઉપર તેની હાજરીની ખૂબજ ઈંતેજારી પૂર્વક રાહ જોવાઈ રહી છે. આ એક ગાઈડેડ મિસાઈલની જેમ પણ કામ આપે છે અને બોમ્બની જેમ પણ કામ આપે છે. આ એક મોડ્યુલર વેપન છે. અર્થાત તેના ઉપયોગ માટે ખાસ વ્યવસ્થાની જરૂરિયાત નથી. તેને સેટેલાઈટ ગાઈડન્સ, ઈન્ફ્રારેડ સીકર અને લેસર દ્વારા ગાઈડ કરી શકાય છે. હેમર કીટને અલગ અલગ સાઈઝના બોમ્બ સાથે ફીટ કરી શકાય છે. આ મિસાઈલ 125 કિલો, 250 કિલો, 500 કિલો અને 1,000 કિલોના બોમ્બ છોડી શકે છે. 1, 000 કિલોવાળા જે વર્ઝનનું ફ્લાઈટ ટેસ્ટિંગ થયું તે બંકર સુદ્ધાંને તબાહ કરી શકે છે. આ મિસાઈલ કોંક્રિટની કેટલાય મિટરની અભેદ્ય દિવાલ પાર કરી શકે છે.