France:આ પૃથ્વી પર એક એવો રસ્તો છે જેનો ઉપયોગ લોકો દરરોજ કરે છે, પરંતુ માત્ર 2 કલાક માટે. 2 કલાક પછી રસ્તો શોધવો અશક્ય બની જાય છે કારણ કે તે અદૃશ્ય થઈ જાય છે.
France:દુનિયામાં ઘણી વિચિત્ર વસ્તુઓ છે. જો તમે શોધવા નીકળશો તો તમને ઘણી એવી વસ્તુઓ મળશે જેના વિશે આપણે ક્યારેય સાંભળ્યું પણ નથી. આજે અમે તમને એવા જ એક અનોખા રસ્તા વિશે જણાવીશું, જે પોતાની મેળે દેખાય છે અને પોતાની મેળે ગાયબ પણ થઈ જાય છે. જે સ્થાનો પર તે અસ્તિત્વ ધરાવે છે, તે લોકો માટે રહસ્ય નથી પરંતુ સામાન્ય બાબત છે.
યુરોપિયન દેશ ફ્રાન્સમાં એક એવો રસ્તો છે, જેનો લોકો દરરોજ ઉપયોગ કરે છે, પરંતુ માત્ર 2 કલાક માટે. 2 કલાક પછી રસ્તો શોધવો અશક્ય બની જાય છે કારણ કે તે અદૃશ્ય થઈ જાય છે. આ રસ્તો ફ્રાન્સના એટલાન્ટિક કિનારે આવેલા નોઈર્માઉટીયર દ્વીપને મુખ્ય ભૂમિ સાથે જોડે છે.
રસ્તો દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે.
ફ્રાન્સમાં આ રોડ ‘પેસેજ ડુ ગોઈસ’ તરીકે ઓળખાય છે. ફ્રેન્ચમાં ગોઈસનો અર્થ થાય છે ભીના જૂતા સાથે રસ્તો ક્રોસ કરવો. આ રોડની કુલ લંબાઈ 4.5 કિલોમીટર છે અને તે ફ્રાન્સના નકશા પર વર્ષ 1701માં પહેલીવાર જોવા મળ્યો હતો. ત્યારે આ રોડને પાર કરવો જોખમી માનવામાં આવતો હતો કારણ કે દિવસમાં બે વાર આ રસ્તો માત્ર એક-બે કલાક માટે જ દેખાતો હતો અને પછી તેની બંને બાજુના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે તે અદૃશ્ય થઈ જતો હતો. વાસ્તવમાં, ભરતીના કારણે રોડ મોટાભાગે પાણીમાં ગરકાવ રહે છે.
આ રસ્તા પરથી પસાર થવું સરળ નથી.
અગાઉ, મુખ્ય ભૂમિથી ટાપુ પર જવા માટે બોટનો ઉપયોગ થતો હતો. જ્યારે અહીં કાંપ જમા થવા લાગ્યો ત્યારે કોંક્રીટનો રોડ બનાવવામાં આવ્યો હતો. જો કે, મોટાભાગે આ રોડ પર 13 ફૂટ પાણી ભરાઈ જાય છે અને તે અકસ્માતનો ભયજનક માર્ગ બની જાય છે. વર્ષ 1840 માં, લોકો અહીં કાર અને ઘોડાઓ દ્વારા જવાનું શરૂ કર્યું, 1986 માં, અહીં એક અનોખી રેસનું આયોજન કરવામાં આવ્યું અને 1999 માં, આ રસ્તાનો ઉપયોગ ફ્રાન્સની પ્રખ્યાત સાયકલ રેસ ટુર ડી ફ્રાંસ માટે પણ કરવામાં આવ્યો.