મિશલ એડમસ્કીએ પોતાના સાસુને પહેલીવાર નગ્નાવસ્થામાં જોયા ત્યારે એ ચોંકી ગયો. જો કેકે પોતાના બોસને આવી સ્થિતિમાં જોઈને તેને ખાસ નવાઈ નહોતી લાગી. મિશેલ પોલીસ અધિકારી છે અને બર્લિનમાં થતાં ન્યૂડ કેમ્પ વિશેની માહિતી એમની પત્નીએ જ એમને આપી હતી. તેમની પત્નીના પરિવારનું બર્લિનમાં એક તળાવના કિનારે કેબિન છે. આમ તો બર્લિનમાં નગ્ન થવું એ આશ્ચર્યની વાત નથી કારણ કે અહીં અનેક પ્રસંગોએ લોકો ન્યૂડ પાર્કમાં ભેગા થાય છે.
ખાસ પ્રસંગોએ સાર્વજનિક સ્થળોએ નિર્વસ્ત્ર થવાની પરંપરા જર્મનીમાં 100 વર્ષ પહેલા શરૂ થઇ હતી. સૌપ્રથમ વખત કુદરતી સ્થળો પર અતિક્રમણ કરીને ઓદ્યાગિક જગ્યામાં ફેરવી દેવાના વિરોધમાં જર્મનીના નાગરિકોએ નિર્વસ્ત્ર થઇને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એ પછી પહેલા વિશ્વયુદ્ધમાં થયેલી હિંસાનો વિરોધ કરવા લોકો નિર્વસ્ત્ર થયા હતા. એ પછીના સમયમાં સૂર્યપ્રકાશ લેવા, તરવા કે ફરવાની જગ્યાઓ પણ નિર્વસ્ત્ર થઇને એન્જોય કરવા માટે બેસ્ટ ગણાય છે.
જર્મનીમાં ન્યૂડ પાર્કથી લઇને યોગ સુધી
જર્મનીમાં નગ્ન થઈને કુદરતી જીવનને માણવાની પરંપરા વર્ષોથી ચલનમાં છે. આ સાથે જ કોઈ પ્રતિબંધના વિરોધમાં આઝાદીના પ્રતીક તરીકે ન્યૂડ થવાની ઘટનાઓ પણ અહીં થાય છે. ન્યૂડ થવાની આ પરંપાર વિશે કહેવાય છે કે આ કોઈપણ વ્યક્તિને જાણવાની સૌથી વિશુદ્ધ રીત છે.
ન્યૂડ થવાના સમર્થકોનું કહેવું છે કે જ્યારે નિર્વસ્ત્ર થવાની સાથે કોઈ સામાજિક ભ્રમ ના જોડાયેલા હોય ત્યારે આ સ્વાભાવિક પ્રક્રિયા જેવું જ લાગે છે. તેથી આવા સંજોગોમાં તમે વ્યક્તિને તેની ગરીમા અને મૂલ્યોને લીધે ઓળખો છો. એ વખતે તમારું ધ્યન તેમના મોંઘા કપડાં, સ્નીકર્સ કે સૂટ પર નથી જતું.