મેદસ્વીપણાથી લડતા લોકો માટે રાહતના સમાચાર છે. અમેરિકાની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા એફડીએએ મેદસ્વીપણાને ઘટાડવા માટેની દવાને પ્રમાણિત કરી છે, જે સ્થૂળતાને 15 ટકા ઘટાડે છે. જો કે તે ડાયાબિટીઝની દવા છે, પરંતુ અમેરિકામાં તેને મેદસ્વીપણાને ઘટાડવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે. વજન ઘટાડવાની દવાના નામે તેને બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ દવાનું નામ વીગોવી (Wegovy) છે. તેને ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડીસ્ક (Novo Nordisk) દ્વારા બનાવવામાં આવી છે.વીગોવી એ નોવો નોર્ડીસ્કની ડાયાબિટીસ દવા સેમાગ્લુટાઈડનું અપગ્રેડ કરેલું વર્ઝન છે. તે લાંબા સમય સુધી વજન ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોએ દવા કંપની નોવો નોર્ડીસ્કના ટ્રાયલમાં ભાગ લીધો, તેમાં મેદસ્વી સામે લડી રહેલા તમામ લોકોનું સરેરાશ 15 ટકા વજન ઓછું થયું. એટલે કે સરેરાશ 15.3 કિલોગ્રામ. વીગોવીનું ટ્રાયલ 14 મહિનાથી વધુ સમય સુધી ચાલ્યું. 14 મહિના સુધી આ લોકોનું વજન સતત ઘટતું રહ્યું. તે પછી એક સ્તરે આવીને અટકી ગઈ.
લુઈવિલે મેટાબોલિક એન્ડ એથેલેસ્ક્લેરોસિસ રિસર્ચ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડો. હેરોલ્ડ બેસે જણાવ્યું કે અત્યારે વિશ્વમાં સ્થૂળતા ઘટાડવાની જે દવાઓ છે, તે 5થી 10 ટકા વજન ઓછું કરે છે. અમેરિકામાં 10 કરોડ લોકો મેદસ્વિતાના શિકાર છે. એટલે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ. જો કોઇનું વજન 5 ટકા પણ ઘટે, તો તેના સ્વાસ્થ્યમાં ફાયદા થાય છે. સાથે જ તેનામાં ઊર્જાનો સ્તર વધે છે. બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલું સ્તર નિયંત્રિત હોય છ. વીગોવી દવા આંતરડાના હાર્મોના સિંથેસાઇઝ કરીને બનાવવામાં આવી છે. તે ભૂખ પર લગામ લગાવે છે. દર્દી તેને અઠવાડિયામાં એક વખત કોઇ નક્કી કરેલા દિવસે તેની સ્કીન નીચે ઇન્જેક્ટ કરે છે. પરંતુ શરત એ છે કે તમારે રોજ એક્સરસાઇઝ કરવી પડશે. હેલ્ધી ફૂડ લેવું પડશે. નોવો નોરડિસ્કે આ દવાની કિંતમનો ખુલાસો નથી કર્યો. પરંતુ તેની બીજી એક દવા સ્થૂળતાને ઘટાડે છે. તેનુ નામ છે સક્સેડા. જેની મહિનાભરના ડોઝની કિંમત 1300 ડોલર છે એટલે કે 95 હજાર રૂપિચાથી વધુ.
વીગોવી દવાના ટ્રાયલમાં સામેલ થનાર 49 વર્ષીય ફીલેન્ડર પનેલે જણાવ્યું કે મેં ઘણી વખત વજન ઘટાડ્યું છે, પરંતુ તે પાછુ વધી જતુ હતુ. ત્યારબાદ મે વીગોવીનું ટ્રાયલ શરૂ કર્યુ. સાથે જ અઠવાડિયામાં 4થી 5 દિવસ એક્સરસાઇઝ કરતી હતી. મે 16 મહિનામાં 29 કિલો વજન ઘટાડ્યું છે. સાથે જ આ દવાએ મારી ભૂખ પર બ્રેક લગાવી છે. ફીલેન્ડરે જણાવ્યું કે ટ્રાયલ ખતમ થયા પછી મારુ વજન પાછુ 15 કિલો વધી ગયુ, પરંતુ એક્સરસાઇઝ કરી અને યોગ્ય ડાયટ લઇ તેને ફરીથી ઓછું કરી દીધુ.હવે FDAએ વીગોવીને પ્રમાણિત કરી દીધુ છે, તો ફીલેન્ડર જેવા દર્દી આ દવાને સરળતાથી લઇ શકે છે. દવા કંપની નોવો નોરડિસ્કે અત્યારે તેનું ઇન્જેક્શન બનાવ્યું છે. કંપની ટૂંક સમયમાં જ તેની ટેબ્લેટ પણ બજારમાં લોન્ચ કરશે.