ઈંગ્લેન્ડ માટે સિક્કાઓ બનાવનાર ‘ધ રોયલ મિન્ટ’ ફરી એક વાર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધ રોયલ મિન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સિક્કો તૈયાર કર્યો છે. 1100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો સિક્કો છે. સોનાના આ સિક્કાનું વજન 10 કિલોગ્રામ છે અને તે 20 સેન્ટિમીટર પહોળો છે. ધ રોયલ મિન્ટે ટ્વીટ કરી તેની માહિતી આપી છે. આ યુનિક સિક્કો ઓલરેડી વેચાઈ ગયો છે. જોકે સંસ્થાએ તેના બાયર વિશે માહિતી આપી નથી, પંરતુ તેણે આ સિક્કા માટે 6 ડિજિટના પૈસા ચૂકવ્યા છે. માસ્ટર ક્રાફ્ટ્સપીપલ ટીમના મેમ્બર્સે મળી આ જાયન્ટ કોઈન તૈયાર કર્યો છે. તેને ડેવલપ કરવા માટે ટ્રેડિશનલ સ્કિલ અને ઈનોવેટિવ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. ઓરિજિનલી આ એક જ સિક્કો તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તેના લોઅર પ્રાઈઝ વર્ઝન પણ સંસ્થાએ બનાવ્યા છે.આ સિક્કામાં 10 ક્વીન્સ બીસ્ટ આવરી લેવામાં આવ્યા છે. ક્વીન્સ બીસ્ટ કોઈન એ સિક્કા હોય છે જે રોયલ મિન્ટ શાસક રાણી માટે બનાવે છે. ક્વીન્સ બીસ્ટ એલિઝાબેથ બીજાની 10 પેઢીને રિપ્રેઝન્ટ કરતી અલગ અલગ મૂર્તિઓ છે.
