કાશ્મીર જીતવા માટે દિવા સ્વપ્ન જોઈ રહેલા પાકિસ્તાનના શાસકોને મોંઘવારીન મારથી બેવડ વળી ગયેલી પાકિસ્તાનની પ્રજાની જાણે કોઈ પડેલી જ નથી.
પાકિસ્તાનમાં હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે, સામાન્ય માણસ માટે સોનુ ખરીદવાની નહી પણ ખાલી જોવાની ચીજ બની ગઈ છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં આવેલા ઉછાળા બાદ તો પાકિસ્તાનમાં એક તોલા સોનાની કિંમત 90,000 રૂપિયા પર પહોંચી ચુકી છે.
ભારતમાં એક તોલા સોનાનો ભાવ 40,000 રૂપિયા સુધી પહોંચ્યો છે પણ પાકિસ્તાનમાં ફૂગાવો અને બીમાર અર્થતંત્રના કારણે સોનુ સામાન્ય માણસની પહોંચની બહાર જતુ રહ્યુ છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના જ્વેલર્સ એસોસિએશનનુ કહેવુ છે કે, આગામી દિવસોમાં એક તોલા સોનુ એક લાખ રૂપિયા પર પહોંચી શકે છે. પાકિસ્તાનનો રુપિયો ગગડેલો છે, બહારથી વિદેશી રોકાણ આવી રહ્યુ નથી તેના કારણે સોના પર પણ અસર પડી છે. ઉપરથી સરકારે 17.5 ટકા ટેક્સ નાંખેલો છે. જેના કારણે દેશમાં સોનાની માંગ જ રહી નથી. સેંકડો દુકાનો બંધ થઈ ચુકી છે. આગામી દિવસોમાં અમે આખા દેશમાં સરકાર સામે પ્રદર્શન કરવાના છે.