જો તમે પોર્ન ફિલ્મ જોઈ રહ્યા છો તો તમે વિચારી રહ્યા હશો કે કોઈને આ વાતની ખબર નહીં પડે. પણ એ વાત ખોટી છે. ગૂગલ, ફેસબુક અને એટલું જ નહીં ઓરેકલ ક્લાઉડ પણ તમારી ઉપર નજર રાખી શકે છે. લેપટોપ અથવા સ્માર્ટફોનમાં ઈંકોગ્નિટો મોડ પર સ્વિચ કરવાથી તમે જો પોર્ન ફિલ્મ જોઈ રહ્યા છો તો ગુપ્ત રીતે તમારી પર નજર રાખી શકાય છે.

માઈક્રોસોફ્ટ, કાનેર્લી મેલન વિશ્વ વિદ્યાલય અને પેન્સિલ્વેનિયા વિશ્વવિદ્યાલયે એક નવા સંયુક્ત અધ્યયનમાં આ વાત સામે આવી છે. તપાસ કરવાથી સામે આવ્યું છે કે 93 ટકા વેબ પેજ એવા છે જે યુઝર્સ ડેટા અને થર્ડ પાર્ટી સંગઠનો માટે ટ્રેક અને લીક કરે છે.

તેના માટે વેબએક્સરે નામના એક ઉપકરણનો ઉપયોગ કરીને 22,484 સેક્સ વેબસાઈટો છે. તેના નમૂનામાં યુઝર્સને ટ્રેક કરનારી 230 અલગ-અલગ કંપનીઓ અને સેવાઓની ઓળખાણ કરનારા શોધકર્તાઓએ કહ્યું કે, આ સાઈટો પર થઈ રહેલી ટ્રેકિંગ કેટલીક મુખ્ય કંપનીઓના માધ્યનથી થાય છે. જાણવા મળ્યું છે કે આ પોર્નગ્રાફીની 10 ટોપ કંપનીઓ અમેરિકામાં છે, જ્યારે પોર્નોગ્રાફી વિશિષ્ટની બીજી કંપનીઓ યુરોપમાં છે.

શોધકર્તાઓની ટીમે જેક નામની એક કાલ્પનિક પ્રોફાઈલ બનાવી છે, જે તેના લેપટોપ પર પોર્ન જોવાનું નક્કી કરે છે. જેક તેના બ્રાઉઝરમાં ઈંકોગ્નિટો મોડ ઓન કરે છે અને તે માને છે કે તેનું કામ હવે ખાનગી છે. તે એક સાઈટને શોધે છે અને એક ખાનગી નીતિ માટે એક નાની લિંકને સ્ક્રોલ કરે છે.

તે વિચારે છે કે આ ખાનગી નીતિથી આવનારી સાઈટમાં તેની જાણકારી તેની રક્ષા કરશે, એટલે જેક એક વીડિયો પર ક્લીક કરે છે. જેકને ખબર નથી કે ઈંકોગ્નિટો મોડ ખાલી સુનિશ્ચિત કરે છે તેની બ્રાઉઝિંગ હિસ્ટ્રી તેના કમ્પ્યૂટર પર સંગ્રહ નથી થતી. તે જે સાઈટો પર જાય છે, તેના સંબંધિત ઓનલાઈન કામને થર્ડ-પાર્ટી ટ્રેકર્સ જોઈ અને રેકોર્ડ કરી શકે છે.