Hana-Rawhiti:રાહુલ ગાંધીની સ્ટાઈલમાં સાંસદે પહેલા ફાડ્યું બિલ, પછી સદનમાં નાચવા લાગ્યા, બિલ ફાડવાની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ
Hana-Rawhiti:તમને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તત્કાલીન મનમોહન સિંહ સરકારના બિલની નકલ ફાડી નાખવાની ઘટના યાદ જ હશે. શુક્રવારે ન્યુઝીલેન્ડની સંસદમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. ન્યૂઝીલેન્ડની સૌથી નાની વયની સાંસદ હાના-રવિતિ કારિયારીકી મેપી-ક્લાર્ક પોતાની શૈલીમાં સંસદમાં એક બિલ ફાડતી જોવા મળી હતી, આ પછી તે ગૃહમાં આવી હતી અને પરંપરાગત માઓરી નૃત્ય પણ કર્યું હતું. હવે તેના ડાન્સ અને બિલ ફાડવાની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વર્ષીય સાંસદ ગયા વર્ષે સંસદમાં તેમના પ્રથમ ભાષણ દરમિયાન પણ હકા કરતા જોવા મળ્યા હતા. સાંસદની કાર્યવાહી બાદ તરત જ ગેલેરીમાં હાજર સામાન્ય લોકો પણ તેમની સાથે જોડાયા હતા. જેના કારણે સ્પીકર ગેરી બ્રાઉનલીએ થોડા સમય માટે ગૃહને સ્થગિત કરી દીધું હતું. માઓરી સભ્યોએ સ્વદેશી સંધિ બિલ પરના મતને વિક્ષેપિત કરવા માટે હાકા ડાન્સ કર્યો. આ સંધિ અંગ્રેજો અને સ્થાનિક માઓરી જનજાતિ વચ્ચે 184 વર્ષ પહેલા થઈ હતી.
બ્રિટિશ ક્રાઉન અને 500 થી વધુ માઓરી વડાઓ વચ્ચે 1840માં સૌપ્રથમ હસ્તાક્ષર કરાયેલ વૈતાંગીની સંધિ, કેવી રીતે બંને પક્ષો ન્યુઝીલેન્ડ પર શાસન કરવા સંમત થયા તેની રૂપરેખા દર્શાવે છે. આજે પણ તે સંધિના અર્થઘટનના આધારે કાયદા અને નીતિઓ બનાવવામાં આવે છે.
હાલમાં ન્યુઝીલેન્ડમાં જમણેરી ગઠબંધન સરકાર છે, જેમાં જુનિયર પાર્ટનર તરીકે ACT ન્યુઝીલેન્ડ પાર્ટીનો પણ સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે, ACT એ વૈતાંગીની સંધિના સંકુચિત અર્થઘટનને કાયદામાં સમાવવા માટે એક બિલ રજૂ કર્યું હતું. ગુરુવારે, જ્યારે તમામ સાંસદો આ બિલ પર મતદાન કરવા માટે એકઠા થયા, ત્યારે તે પાટી માઓરી સાંસદોએ ઉભા થઈને પરંપરાગત હકા નૃત્ય કરવાનું શરૂ કર્યું. આ એક પરંપરાગત માઓરી નૃત્ય છે જે ન્યુઝીલેન્ડની રગ્બી ટીમ દ્વારા પ્રખ્યાત છે.
The youngest member of New Zealand’s parliament, Māori Party MP Hana-Rawhiti Kareariki Maipi-Clarke, started a haka to protest the first vote on a contentious bill that would reinterpret a 184-year-old treaty between the British and Indigenous Maori.
The parliament was briefly… pic.twitter.com/ik8hreIpAM
— Gulf Daily News (@GDNonline) November 14, 2024
આ બિલને માઓરી અને તેમના સમર્થકો દ્વારા દેશના આદિવાસીઓના અધિકારોને નબળા પાડવા તરીકે જોવામાં આવી રહ્યા છે. ન્યુઝીલેન્ડની વસ્તી 5.3 મિલિયન એટલે કે લગભગ 53 લાખ છે. એવું માનવામાં આવે છે કે 20 ટકા વસ્તી માઓરી આદિવાસીઓની છે.