સ્ટેનફોર્ડ(Standford)ના વૈજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે, તેઓ સુપરહીરો વેક્સીન બનાવી રહ્યા છે. ઓલમ્પિક એથ્લિટ્સના DNAના ઉપયોગથી આ વેક્સીન તમને એકદમ સુપરહીરો જેવી ઇમ્યુનીટી આપશે. આ અંગે વેક્સીન પર કામ કરી રહેલા પ્રોફેસર યુઆન એશ્લેએ દાવો કર્યો છે કે, એક વખત આ વેક્સીન લગાવ્યા બાદ માણસને મોતના ટોપ 3 કારણોથી સુરક્ષા મળતી રહેશે. સુપર હીરો વેક્સીન માનવને હૃદયની બીમારી, સ્ટ્રોક અને અલ્ઝાઈમરથી તો બચાવશે જ, સાથે લીવરની બીમારીઓ પર પણ આ વેક્સીન કારગર હશે. એટલે કે તમે જ્યાં સુધી જીવિત રહેશો, ત્યાં સુધી તમને કોઈ બીમારી નહીં થાય, જેથી તમારા શરીરને લાંબા સમય સુધી કોઈ બીમારી સામે નહીં લડવું પડે. એટલું જ નહીં, કોરોના વાયરસ જેવા ઘાતક બેક્ટેરિયા શરીરમાં મ્યુટન્ટ થવા પર પણ આ વેક્સીન દ્વારા કંટ્રોલ કરી શકાશે.આ વેક્સીન લાબું જીવન આપવામાં મદદ કરશે અને વૃદ્ધ થવા સુધી માણસને કોઈ જોખમી બીમારી થવાનું જોખમ નહીં રહે. પ્રોફેસર યુઆન એશ્લેનું કહેવું છે કે, આ માટે ઓલમ્પિયન્સની આદર્શ કોશિકાઓનો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે તેમની કોશિકાઓ વધુ મજબૂત હોય છે. તેમની ઇમ્યુનીટી સામાન્ય લોકો કરતા વધુ હોય છે. જિનોમિક મેડિસિન દ્વારા આ ચમત્કાર થઇ શક્યો છે. જોકે, તેના પર ઘણા દશકાઓથી કામ ચાલી રહ્યું હતું. હવે તેની એડવાન્સ ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી રહી છે.
