અમેરિકી દવા નિયામક ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ સોમવારે અલ્ઝાઈમર રોગના ઈલાજ માટે પ્રાયોગિક નવી દવા એડુહેલ્મ ને શરતી મંજૂરી આપી છે. અમેરિકી નિયામક દ્વારા સ્વીકૃત એડુહેલ્મ અલ્ઝાઈમર માટે પહેલી દવા બની ગઈ છે. બે દાયકામાં આ બીમારી માટે પહેલી દવા છે. બાયોજેન દ્વારા વિકસિત એડુહેલ્મ અલ્ઝાઈમર રોગ માટે સ્વીકૃત થયેલ અને વર્ષ 2003 બાદથી અલ્ઝાઈમર માટે સ્વીકૃત નવો ઈલાજ છે. હજારો લોકો આ દવાનો લાભ લઈ શકશે. અલ્ઝાઈમર એક મસ્તિષ્કની બીમારી છે. આ બીમારીમાં વ્યક્તિની સ્મૃતિ પર અસર થાય છે. 115 વર્ષ પહેલા એક જર્મન મનોચિકિત્સક એલોઈસ અલ્ઝાઈમરે અલ્ઝાઈમરની ઓળખ કરી હતી. આ રોગ એક અપરિવર્તનીય, પ્રગતિશીલ મસ્તિષ્કની બીમારી છે, જે ધીરે-ધીરે સ્મૃતિને ઓછી કરે છે અને વિચારવાની ક્ષમતાને દૂર કરે છે. એડુલ્હમ એ અલ્ઝાઈમર રોગ માટે સ્વીકૃત થયેલ ઈલાજનું પ્રતિનિધિત્વ કરે છે. બાયોજન, કેમ્બ્રિજમાં સ્થિત એક બાયોટેકનોલોજી ફર્મ છે અને જાપાની પાર્ટનર ઈસાઈએ તેને બનાવી છે.
