કોરોના વેક્સિન લીધા પછી શું કરવું અને શું ન કરવું તેને લઈને ઘણા સમયથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા થઇ રહી છે. જોકે સૌથી મહત્વનો અને ધ્યાન ખેંચતો મુદ્દો જો કોઈ હોય તો તે જાતીય સંબંધ બાંધવાનો છે. કોરોના વેક્સિન લીધા બાદ સેક્સ કરી શકાય કે નહીં તેના પર સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠીએ રહ્યા છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે કોઈ ઔપચારિક દિશાનિર્દેશ જાહેર નથી કર્યા. પરંતુ તબીબી નિષ્ણાતો સલાહ આપે છે કે કોરોનાની રાશિનો બીજો ડોઝ લીધા બાદ પુરુષો અને મહિલાઓએ ગર્ભનિરોધકનો અચૂક ઉપયોગ કરવો જોઈએ.SARS-CoV2 એક નોવેલ વાયરસ છે અને તેને અસર વગરની બનાવવા માટે વૈક્સીન બનાવામાં આવી છે. હાલમાં એ કહેવુ મુશ્કેલ છે કે, આ રસીનો કોઈ લોંગ ટર્મ દુષ્પ્રભાવ છે અને શું તે ઈંટરકોર્સ કરવા પર કોઈ પુરૂષ કે મહિલાને પ્રભાવિત કરી શકે છે કે નહીં., સેક્સ કરવાથી હંમેશા દૂર રાખવુ એ કોઈ મહિલા કે પુરૂષ માટે સંભવ નથી. વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા 2 થી 3 સપ્તાહ સુધી પુરુષો અને મહિલાઓએ ગર્ભનિરોધક જેવા કે કોન્ડોમ વગેરેનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે એવું એટલા માટે કે સેક્સ દરમ્યાન શરીરના તારણ પદાર્થ પરસ્પર સંપર્કમાં આવે છે. આ સમયે કોન્ડોમનો ઉપયોગ કરવો સૌથી યોગ્ય અને સૌથી પ્રભાવી રહેશે. તેમણે એમ પણ સલાહ આપી છે કે વેક્સિન લેવા માટે લાભાર્થી મહિલાઓએ વેક્સિનેશન પહેલા સ્ત્રી રોગ નિષ્ણાત સાથે ચર્ચા કરી લેઇ જરૂરી છે.
