આજે દેશમાં બે લાખ 11 હજારની આસપાસ કેસો નોંધાયા છે. બીજી તરફ 3842 દર્દીઓના કોરોનો વાયરથી મોત પણ નિપજ્યા છે. જ્યારે બીજીતરફ નવા મામલાઓની સાથે સાથે મોતનો આંકડામાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે. જો કે નિષ્ણાંતોનું માનવામાં આવે તો આવતા મહિનામાં કોરોના વાયરસની બીજી લહેર પર સંપૂર્ણ રીતે કાબુ કરી શકાય છે.છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના દરરોજ આવતા કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ ઘટાડો પણ ગત વર્ષના આંકડાઓના મુકાબલે બેઘણો વધારે છે. ગત વર્ષે જ્યાં એક લાક સુધી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યમાં માંડ પહોંચી હતી, જ્યારે બીજી તરફ આ વર્ષે તો 4 લાખથી ઉપર ગયા બાદ બે લાખ પર આવી છે. જોકે બીજી લહેરમાં હવે કોરોના સંક્રમણનો ખતરો ધીરે ધીરે ઓછો થતો જોવા મળી રહ્યો છે.નિષ્ણાંતોનું કહેવું છે કે જલ્દી ભારતમાં એવી સિસ્ટમ વિકસિત થઈ રહી છે કે કોરોના જેવી મહામારી આવતા પહેલા અહિયાં નિષ્ણાંતોને તેની જાણકારી મળી જશે. ત્યારે બીજી તરફ ઘાતક કોરોનાની ત્રીજી અને ચોથી લહેરને લઈને પણ પહેલેથી સતર્કત થઈ શકે. જોકે જૂન પછી દેશમાં રાહતના સંકેત મળે તેવી શક્યતાઓ છે.તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 11 હજાર 298 નવા કેસો સામે આવ્યા છે. આ દરમ્યાન 3847 દર્દીઓના મોત પણ નિપજ્યા હતા. કોરોના વાયરસના નવા મામલાઓ સામે આવ્યા પછી હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 73 લાખ 57 હજાર 38 થઈ છે.
