એર હોસ્ટેસ સાથે ઘણો જ દુઃખદ બનાવ બન્યો હતો. જેમાં એક મહિલાએ એની પર ગરમ પાણી ફેંક્યું હતું. આમ તો લોકોને લાગતું હોય છે કે એર હોસ્ટેસનું કામ ઘણું સરળ હોય છે. એમણે ફક્ત યાત્રિઓની વાતને સાંભળવી અને ફોલો કરવાની અને તેમની જરૂરતોની સંભાળ રાખવાની હોય છે. પણ હકીકતમાં આ કામ સરળ નથી હોતુ. ઘણીવાર કેટલાક લોકો એમની સાથે ખરાબ વ્યવ્હાર પણ કરતા હોય છે.
અને એ એર હોસ્ટેસ સાથે પણ ઘણું ખરાબ થયું હતું. થયું એવું હતું કે, ફ્લાઈટમાં એક મહિલા યાત્રીને તેના બોયફ્રેન્ડની બાજુમાં સીટ મળી ન હતી. અને આ વાતથી તે ગુસ્સે થઇ ગઈ. આથી તે મહિલાએ પોતાને સર્વ કરવામાં આવેલ ગરમ નૂડલ્સ અને ગરમ પાણીને ત્યાં ઉભેલી એર હોસ્ટેસના મોઢા પર ફેંકી દીધું. અને તેનાથી દુર બેઠેલા એના બોયફ્રેન્ડે એ વિમાન ઉડાડી દેવાની ધમકી પણ આપી. આ વાત સાંભળતા જ યાત્રીઓ ગભરાઈ ગયા હતા.
ગરમ પાણી મોઢા પર પડતા એ એર હોસ્ટેસે બુમો પાડી એટલે એનો અવાજ સાંભળીને એ ફ્લાઈટમાં હાજર ક્રુ મેમ્બર્સ તેની પાસે પહોંચ્યા હતા. અને વાત એટલી હદ સુધી આગળ વધી ગઈ હતી કે, ચાલતા વિમાનમાં પાયલટો અને વિમાનના અન્ય અધિકારિઓએ વિમાનને ઓટો પાયલટ મોડ પર મુકી ત્યાં જવું પડ્યું હતી. પછી તે બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને નજીકના એરપોર્ટ પર ઉતારવા પડ્યા. અને યાત્રામાં આગળ જતા અન્ય કોઈ બનાવ ન બને એટલા માટે વિમાનની 90 મિનિટની યાત્રાને રદ કરવી પડી.
હવે આમાં બિચારી એ એર હોસ્ટેસની તો કોઈ ભૂલ જ ન હતી. પણ એના પર ગરમ પાણી ફેંકવામાં આવતા એણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અને પ્લેનના બીજા યાત્રીઓ અને ક્રુ મેમ્બર હેરાન થયા તે અલગ અને 90 મિનિટનો સમય એમજ વેસ્ટ ગયો એ પણ અલગ.