દુનિયાનો આ એક એવા દેશ છે જયાં બાળકોનો જન્મ થાય તો સરકાર તરફથી એક ઇનામ આપવામાં આવે છે અને આ ઇનામ 2013થી ફિનલૅન્ડની સૌથી નાની નગરપાલિકાઓ પૈકીની એક લેસ્ટિજારવીમાં બાળકન 10,000 યુરોના મુલ્યનું છે. લેસ્ટિજારવીના પ્રશાસકોએ ગામના ઘટતા જતા જન્મદર અને વસતીની સમસ્યાના નિરાકરણનો નિર્ણય કર્યો તેના એક વર્ષ પહેલાં ગામમાં માત્ર એક બાળકનો જન્મ થયો હતો.
અહિંયાની નગર પાલિકાએ એક એવો બેબી બોર્ન માટે પ્લાન તૈયાર કર્યો છે કે જેનું નામ ‘બેબી બોનસ’ રાખવામાં આવ્યું છે,તેમાં એક એવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે બાળકના જન્મના આગામી દસ વર્ષમાં 10,000 યુરો આપવામાં આવશે. અને આ ઉપાય સફળ પણ રહ્યો હતો.

તમને જણાવી દઇએ કે, જયારથી આ યોજના શરુ કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં 60 બાળકોનો જન્મ આ દેશમાં થયો છે અને પહેલા સાત વર્ષમાં આ દેશમાં માત્ર ને માત્ર 38 બાળકોનો જ જન્મ થયો હતો.આ ગામ 800 જેટલી વસ્તીનો જ છે.અને અહિંયા બાળકોને જન્મ એ સરકાર માટે બહુ મોટુ ગૌરવ માનવામાં આવે છે.
બેબી બોનસ મેળવનારા 50 વર્ષના જુક્કા-પેક્કા ટુઈક્કા અને તેમનાં 48 વર્ષનાં પત્ની જેનિકા કૃષિ ઉદ્યમી છે. તેમની બીજી પુત્રી જેનેટનો જન્મ 2013માં થયો હતો. જેનેટને જન્મતાંની સાથે જ ‘ટેન થાઉઝન્ડ યુરો ગર્લ’ એવું ઉપનામ મળી ગયું હતું.
ટુઈક્કા કહે છે કે “અમારી ઉંમર વધી રહી હતી અને અમે બીજા બાળકની યોજના થોડા સમયથી બનાવી રહ્યા હતા. એટલે પૈસાએ અમારા નિર્ણયને વાસ્તવમાં કેટલો પ્રભાવિત કર્યો એ હું કહી શકું તેમ નથી. તેમ છતાં ટુઈક્કા માને છે કે બાળકના જન્મ માટે પૈસા આપવાનો નિર્ણય મહત્ત્વનું પગલું છે. તેનાથી ખબર પડે છે કે સ્થાનિક નેતાઓ પરિવારો માટે મદદનો હાથ લંબાવવા કેટલા ઇચ્છુક છે.