India Trinidad Tobago relations: ભારત અને ત્રિનિદાદ-ટોબેગોના સંબંધો વધુ મજબૂત: 6 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર
India Trinidad Tobago relations: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાતથી બંને દેશોના સંબંધોમાં નવી ઊંચાઈઓ પર પહોંચવાનો માર્ગ બન્યો છે. 1999 બાદ પહેલી વખત કોઈ ભારતીય વડા પ્રધાન ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન, બંને દેશોએ 6 મુખ્ય દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે.
6 મુખ્ય કરાર અને તેમના ક્ષેત્રો
- માળખાગત સુવિધાઓ
- દવા અને આરોગ્ય સહયોગ
- સાંસ્કૃતિક અને ખેલકૂદ સહયોગ
- ડિજિટલ ટેકનોલોજી અને યુપીઆઈ સંકલન
- ઓસીઆઈ કાર્ડ માટે સહકાર – કેરેબિયન પ્રદેશમાં વસવાટ કરતા ભારતીય મૂળની છઠ્ઠી પેઢી માટે ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા
- વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ – આબોહવા પરિવર્તન, આપત્તિ વ્યવસ્થાપન અને સાયબર સુરક્ષા
ખાસ નોંધનીય પળો
પ્રધાનમંત્રી મોદીએ ત્રિનિદાદના વડા પ્રધાન કમલા બિસેસરને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે, જેને તેમણે સ્વીકાર્યું છે.
મોદીએ ત્રિનિદાદ સંસદમાં ભાષણ આપતાં બંને દેશોની સાંસ્કૃતિક અને ઐતિહાસિક બાંધણીઓ પર ભાર મૂક્યો અને ભારતીય મૂળના લોકો દ્વારા દેશના રાજકારણ, કલા, રમતગમત અને સંગીતમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી.
વિદેશ મંત્રાલયે આ મુલાકાતને બંને દેશોના વિશેષ સંબંધોને નવી દિશા આપવા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે વર્ણવ્યું છે.