પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના હોવાની વાત ભારત સતત કહી રહ્યુ છે. હવે અમેરિકી તપાસ એજન્સીએ પણ લંડન કોર્ટમાં દાવો કર્યો છે કે ડી-કંપનીનું ઠેકાણુ પાકિસ્તાનના કરાચીમાં છે અને ત્યાંથી પોતાના ગુનાકીય નેટવર્કને ચલાવી રહ્યા છે. દાઉદના નજીકના અમેરિકા પ્રત્યપર્ણનો કેસ લંડન કોર્ટમાં ચાલી રહ્યો છે.
પાકિસ્તાન પોતાના દેશમાં ગુના અને આતંકીઓને શરણ આપવાની વાતને હંમેશા નકારી રહ્યુ છે. હવે અમેરિકાએ પણ લંડનની એક કોર્ટમાં દાવો કર્યો છે કે આ વાતનો પૂર્ણ પુરાવો છે કે અંડરવર્લ્ડ ડૉન અને આતંકી દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે. પોતાના આંતરરાષ્ટ્રીય અપરાધ સિન્ડિકેટને તે કરાચીથી ઑપરેટ કરે છે.
દાઉદ ઈબ્રાહીમના ખાસ સહયોગી ઝાબિર મોતીવાલાના અમેરિકા પ્રત્યાર્પણના ટ્રાયલના પહેલા દિવસે અમેરિકા તરફથી વકીલ જૉન હાર્ડીએ કોર્ટમાં પક્ષ રાખતા કહ્યુ FBI ન્યુ યૉર્કમાં ડી કંપનીના લિંકની તપાસ કરી રહ્યા છે. ડી કંપનીનું નેટવર્ક પાકિસ્તાન, ભારત અને યુએઈમાં ફેલાયેલુ છે. આ કંપનીના પ્રમુખ ભારતીય મુસલમાન દાઉદ ઈબ્રાહીમ છે જે પાકિસ્તાનમાં રહે છે.