ઉનાળાની ઋતુમાં બાઇક સવારો માટે ઘણી મુશ્કેલીઓ લાવે છે. બાઇક ચલાવતા સમયે સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરવું સહેલું નથી અને આ દિવસોમાં માસ્ક પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, હેલ્મેટ પહેરવાથી બાઇક ચાલકો પરસેવોથી રેબઝેબ થઈ જાય છે. પરંતુ હવે હેલ્મેટ પહેરીને ઉનાળામાં બહાર નિકળનારાઓ માટે એવી હેલ્મેટ આવી ગઈ છે. જે બાઇક ચાલકને આવી બધી સમસ્યાઓથી મુક્તિ આપશે. હા, હવે ધોમધખતા તડકામાં પણ હેલમેટ તમારા માથાને ઠંડુ રાખશે. આ માટે એક ગેજેટ આવ્યું છે જે હેલ્મેટને AC માં ફેરવી દે છે. હેલ્મેટને એ.સી.માં પરિવર્તન કરનારા આ ડિવાઇસને આઈઆઈટી મદ્રાસના પાસઆઉટ પીકે સુંદર રાજન દ્વારા બનાવવામાં આવ્યું છે. સુંદર રાજન હંમેશા સમાજ માટે કંઇક કરવા માંગતો હતો. આ માટે, તેઓ સતત કંઇક નવા નવા પ્રયોગો કરતો રહેતો હતો. આ સમય દરમિયાન, તેના સાઈન્ટિફિક મગજમાં બાઈકર્સ માટે દિમાગને ઠંડી રાખવા માટેનો આઈડિયા આવ્યો. અને તેના પર તેણે કામ ચાલુ કર્યું. એકવાર તેણે આ ડિવાઇસ બનાવ્યા પછી તેની સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે તેને ક્યાં ફીટ કરવું. ત્યારે તેને ખબર પડી કે દેશમાં લગભગ 20 કરોડ જેટલા બાઈક સક્રિય છે. તે પછી બાઈકસવારને ગરમીથી રાહત આપવા માટેનો પ્લાન બનાવ્યો અને ડિવાઈસને હેલ્મેટથી જોડવાના કામ પર લાગી ગયા. વર્ષ 2017 માં, સુંદર રાજન અને તેની ટીમે તેના પ્રોટોટાઇપ્સ બનાવવાના શરૂ કર્યા. પ્રથમ એસી હેલ્મેટને લગભગ 50 પ્રોટોટાઇપ્સ પછી 2018 માં શરૂ કરવામાં આવી હતી. તે હેલ્મેટના આગળ નીચેના ભાગમાં લગાવવામાં આવે છે. ડિવાઇસને બેટરીથી ચલાવાય છે. જેને ચાર્જ કરવામાં આવે છે. એક વખત ચાર્જિંગ કર્યા પછી આ ડિવાઈસની બેટરી લગભગ 10 કલાક સુધી ચાલે છે.