Iran-Israel War: ઈરાને ઈઝરાયેલ પર 200 મિસાઈલોથી હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. બંને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા છે.
Iran-Israel War: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ મધ્ય પૂર્વમાં તીવ્ર બની રહ્યો છે. દરમિયાન, સૌથી મોટો પ્રશ્ન એ છે કે કયા દેશની સેના કેટલી શક્તિશાળી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની મિસાઈલની વાત કરીએ તો ઈરાન બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોનની બાબતમાં સમગ્ર મધ્ય પૂર્વમાં મોખરે છે જ્યારે ઈઝરાયેલ તેની સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમ માટે જાણીતું છે. આધુનિક ફાઈટર પ્લેન્સના મામલે પણ ઈઝરાયેલ આગળ છે.
ગ્લોબલ ફાયર ઈન્ડેક્સે ઈરાનની સૈન્ય શક્તિને વિશ્વમાં 14મું સ્થાન આપ્યું છે, જ્યારે ઈઝરાયેલને 17મું સ્થાન આપવામાં આવ્યું છે. ઈઝરાયેલ પાસે કુલ સૈનિકોની સંખ્યા 11 લાખ 80 હજાર છે. તેમાંથી 6 લાખ 10 સક્રિય સૈનિકો છે. બીજી તરફ ઈઝરાયેલ પાસે કુલ 6 લાખ 70 હજાર સૈનિકો છે જેમાંથી માત્ર 1 લાખ 70 હજાર સક્રિય સૈનિકો છે.
ઈરાન અને ઈઝરાયેલની એરફોર્સની સરખામણી
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની એરફોર્સની વાત કરીએ તો ઈરાન પાસે કુલ 551 એરક્રાફ્ટ છે. જેમાંથી 186 ફાઈટર જેટ છે. 23 એટેકિંગ એરક્રાફ્ટ છે. 86 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 129 હેલિકોપ્ટર છે. બીજી તરફ ઈઝરાયેલની એરફોર્સની વાત કરીએ તો ઈઝરાયેલ પાસે કુલ 612 એરક્રાફ્ટ છે. જેમાંથી 241 ફાઈટર જેટ અને 39 એટેક એરક્રાફ્ટ છે. ઈઝરાયેલ પાસે 12 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 146 હેલિકોપ્ટર છે. આ વિમાનોની વાત કરીએ તો ઈઝરાયેલ પાસે એફ-15, એફ-15 અને એફ-35 જેવા આધુનિક ફાઈટર પ્લેન છે જ્યારે ઈરાનમાં જૂના ફાઈટર જેટ્સ છે.
ઈરાનનું મિસાઈલ શસ્ત્રાગાર
મિસાઈલની વાત કરીએ તો ઈરાન આ મામલે ઘણું આગળ છે. ઈરાનની સેજીલ મિસાઈલ 2500 કિમી સુધીની રેન્જ ધરાવે છે જ્યારે ખૈબર મિસાઈલ 2000 કિમી સુધીની રેન્જ ધરાવે છે. આ સિવાય ઈરાનની હજ કાસિમ મિસાઈલની રેન્જ 1400 કિમી અને શહાબ-1ની રેન્જ 300 કિમી છે. જ્યારે ઝુલ્ફગરની રેન્જ 700 કિમી અને શહાબ-2ની રેન્જ 800 થી 1000 કિમી છે. ઈરાનની KH-55 મિસાઈલની રેન્જ 3000 કિમી અને ખાલિદ ફર્ઝની રેન્જ 300 કિમી છે. આ રીતે ઈરાન પાસે બેલેસ્ટિક મિસાઈલોનો સંપૂર્ણ સ્ટોક છે.