Iran અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ, અમેરિકા પણ સજ્જ
Iran: અમેરિકા અને ઈરાન વચ્ચેનું તણાવ ફરી ઊંડું બનતું દેખાઈ રહ્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે તે તેહરાનને ક્યારેય પરમાણુ બોમ્બ બનાવવાનો મોકો નહીં આપે. ટ્રમ્પના નિવેદન સાથે જ અમેરિકા અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ તરફથી પણ ગંભીર સંકેતો મળ્યા છે કે ટૂંક સમયમાં ઈઝરાયલ ઈરાનના પરમાણુ સ્થાનો પર હુમલો કરી શકે છે.
પરિસ્થિતિ ગંભીર, યુએસ સેનાની કાર્યવાહી શરૂ
પશ્ચિમ એશિયામાં સ્થિતિ બગડી રહી છે અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અનેક સુરક્ષા પગલાં હાથ ધર્યા છે. દૂતાવાસોમાં કર્મચારીઓ ઘટાડ્યા જઈ રહ્યા છે અને સેના સાથે સંકળાયેલા લોકોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે વિદેશ વિભાગે લોકોને આ વિસ્તારની મુસાફરીથી દૂર રહેવા ચેતવણી આપી છે.
ટ્રમ્પે ઈઝરાયલને પણ અટકાવ્યું
ટ્રમ્પે ખુલાસો કર્યો છે કે તેમણે ઇઝરાયલના વડા પ્રધાનને ઈરાન પર હુમલો ટાળવા કહ્યું હતું જેથી સંભવિત શાંતિ કરાર માટેનો માર્ગ ખુલ્લો રહી શકે. તેમ છતાં તણાવ સતત વધી રહ્યો છે.
ઈરાનનો જવાબ – પરમાણુ માહિતી સાથે ધમકી
ઈરાને કહ્યુ છે કે તેમની પાસે ઈઝરાયલના તમામ પરમાણુ ઠેકાણાઓની માહિતી છે અને જો ઈઝરાયલ કોઈ કાર્યવાહી કરશે તો ઈરાન પણ કડક જવાબ આપશે.
ક્યાં જાય છે દિશા?
આ સમગ્ર ઘટનાક્રમમાં એવું લાગી રહ્યું છે કે જો દ્વિપક્ષીય ડાયલોગ ઝડપથી આગળ નહીં વધે તો પશ્ચિમ એશિયામાં મોટી સામરીક ટક્કર સર્જાઈ શકે છે. વિશ્વનાં મોટા દેશો આ તણાવભર્યા સંબંધો પર બારીકીથી નજર રાખી રહ્યા છે.