વોલ સ્ટ્રીટ જર્નલ અહેવાલ આપે છે કે દક્ષિણ કોરિયાની ગુપ્તચર માહિતી અનુસાર, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ‘અધિકારીઓને પેલેસ્ટિનિયનોને સમર્થન આપવાનો આદેશ આપ્યો છે’ અને ‘મિલિશિયા જૂથોને શસ્ત્રો વેચવાનું વિચારી શકે છે. તેઓ હમાસ અને હિઝબુલ્લાહ જેવા સંગઠનોને પણ શસ્ત્રો વેચી શકે છે. જો આમ થશે તો ઈઝરાયેલની મુશ્કેલીઓ વધી શકે છે. આવી સ્થિતિમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પડકારો વધુ વધશે.
ઈરાન સમર્થિત હુથીઓએ પણ ઈઝરાયેલ પર હુમલો કર્યો
કિમ જોંગે પેલેસ્ટાઈનને સમર્થન જાહેર કર્યા બાદ ઈઝરાયેલ સામે લડી રહેલા જૂથોનું મનોબળ વધી ગયું છે. આ દરમિયાન ઈરાન સમર્થિત હુથીઓએ પણ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. હુથિઓનું કહેવું છે કે તેઓએ છેલ્લા કેટલાક કલાકોમાં ઇઝરાયેલ તરફ ઘણા ડ્રોન છોડ્યા છે. જો કે ઈઝરાયેલ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. અત્યાર સુધી, હમાસ સિવાય, હિઝબુલ્લાહ મુખ્યત્વે ઇઝરાયેલ સામે યુદ્ધ લડી રહ્યું છે. હવે હુથીઓએ પણ હુમલો કરવાનો દાવો કર્યો છે.