Israel Iran conflict: 60 ફાઈટર જેટ્સે રાત્રે ઈરાન પર હુમલો કર્યો – પરમાણુ સ્થળ અને સંરક્ષણ મંત્રાલય પર વિનાશ!
Israel Iran conflict: ઇઝરાયલે ગુરુવારે રાત્રે ઇરાનના રાજધાની તેહરાન અને તેની આસપાસના લશ્કરી-ઔદ્યોગિક હેતુઓ પર જોરદાર હવાઇ હુમલો કર્યો છે. ઇઝરાયલી વાયુસેનાના દાવા મુજબ, 60 જેટથી સજ્જ ફાઇટર વિમાનોએ 120 જેટલા અત્યાધુનિક અને વિનાશક બોમ્બ દગાવ્યા, જેમાં ઈરાનની પરમાણુ ઠેકાણા, મિસાઈલ ફેક્ટરીઓ અને સંરક્ષણ મંત્રાલય સહિત અનેક મહત્વપૂર્ણ લશ્કરી સ્થળોને ભારે નુકસાન પહોંચ્યું છે.
મિશન: ઈરાનની લશ્કરી ક્ષમતાને નષ્ટ કરવું
ઇઝરાયલી વાયુસેનાએ પોતાના X એકાઉન્ટ પર જણાવ્યું કે તે હુમલાનો મુખ્ય લક્ષ્ય ઇરાનની મિસાઈલ ઉત્પાદનશીલ ફેક્ટરીઓ, સંરક્ષણ મંત્રાલય અને હવાઈ ટેકનોલોજી વિકાસ કેન્દ્રો હતા. તેહરાનમાં આવેલા સ્પાન્ડ મુખ્યાલય પર પણ વિમાનોના હુમલા થઈ જેમાં નવીન શસ્ત્રો અને ટેકનોલોજી વિકાસ માટેના સંશોધન કેન્દ્રને નષ્ટ કરવામાં આવ્યું.
יותר מ-60 מטוסי קרב של חיל-האוויר תקפו הלילה (ה’) עשרות מטרות צבאיות בלב טהראן באמצעות כ-120 חימושים.
הותקפו אתרי תעשייה צבאיים לייצור רכיבי טילים ואתרים לייצור חומרי גלם המשמשים ליציקת מנועי טילים, שנבנו במשך שנים והיוו את מרכז הכובד התעשייתי של משרד ההגנה והגרעין האיראני
— Israeli Air Force (@IAFsite) June 20, 2025
રડાર સિસ્ટમ અને ડ્રોન તોડી પાડાયા
ઇઝરાયલે ઇરાનની રડાર પ્રણાળી પર પણ હવાઈ હુમલો કર્યો હતો, ખાસ કરીને ઈસ્ફહાન અને તેહરાનમાં સ્થિત મિસાઈલ અને રડાર એકમો પર હુમલો કરાયો હતો. એન્કાઉન્ટ મુજબ, ઇઝરાયલી વાયુસેનાએ ઇરાન દ્વારા છોડવામાં આવેલા ચાર માનવરહિત હવાઈ ડ્રોનને તોડી પાડ્યા હતા, જેના કારણે ઇરાની હવાઇ સુરક્ષા પ્રણાળીમાં ભારે ખોટ પહોંચી છે.
בנוסף, במהלך הלילה חיל-האוויר יירט ארבעה כלי טיס בלתי מאויישים ששוגרו מאיראן. pic.twitter.com/dZeg2PbuKT
— Israeli Air Force (@IAFsite) June 20, 2025
વિવાદ અને આંતરરાષ્ટ્રીય ચિંતાઓ
આ હુમલાથી લગભગ તરતજ આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. આ હુમલો પૂર્વેના કોઇ પણ સંકેત વિના કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે, અને ઈરાન દ્વારા તેનો કડક પ્રતિકાર કરવાની શક્યતા છે. આ ઘટના પછી જ વિસ્તૃત રાજકીય અને સુરક્ષા ચિંતાઓ ઉઠી રહી છે.
בימים האחרונים, מטוסי קרב תקפו מערכות טילים ומכ”מים איראניים במרחב אצפהאן וטהרן, שיועדו לפגוע בכלי הטיס של צה״ל ולמנוע את תקיפותיהם. pic.twitter.com/ays8kzN5dU
— Israeli Air Force (@IAFsite) June 20, 2025