Israel Iran War: ખામેનીએ કુરાનમાંથી શ્લોક શેર કરીને ઇઝરાયલને ધમકી આપી: “અલ્લાહની મદદથી ટૂંક સમયમાં વિજય આવશે”
Israel Iran War: ઈઝરાયલ-ઈરાન યુદ્ધની તીવ્રતા વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ સોશિયલ મીડિયા પર પવિત્ર કુરાનમાંથી એક શ્લોક પોસ્ટ કરીને ઇઝરાયલને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે લખ્યું, “અલ્લાહની મદદ અને વિજય ટૂંક સમયમાં આવશે.” (કુરાન 61:13) ખામેનીએ આ ટ્વિટમાં જણાવ્યું કે “અલ્લાહની ઇચ્છા અનુસાર, ઇસ્લામિક રાષ્ટ્ર ઝિઓનિસ્ટ શાસન પર વિજય મેળવશે.”
આ નિવેદનને યુદ્ધની સીધી ઘોષણા અને ધાર્મિક સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે, ખાસ કરીને એવા સમયે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.
ઈરાનના તબરીઝમાં બે ભયંકર વિસ્ફોટ, સુરક્ષા વધારાઈ
મંગળવારે ઈરાનના ઉત્તરપશ્ચિમ શહેર તબરીઝમાં બે અલગ અલગ વિસ્ફોટ થયા, જેઓ પાંચ મિનિટના અંતરે થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે, વિસ્ફોટોથી વિસ્તારમાં ગાઢ ધુમાડો ફેલાયો હતો અને વિસ્ફોટના વીડિયો પણ સામે આવ્યા છે. તબરીઝમાં ઈરાનની વાયુસેનાનું એક મુખ્ય બેઝ હોવાને કારણે આ ઘટનાને ગંભીર રીતે લેવાઈ રહ્યો છે.
જેરુસલેમ અને તેલ અવિવમાં મિસાઇલ હુમલાના સાયરન, નાગરિકો ભયભીત
મંગળવારે સવારે જેરુસલેમ અને તેલ અવિવમાં ભારે વિસ્ફોટો સાંભળાયા. ઈરાનની મિસાઇલ ચેતવણી બાદ સમગ્ર ઈઝરાયલમાં હવાઈ હુમલા માટે સાયરન વાગ્યા અને લોકોને બોમ્બ શેલ્ટરમાં રહેવાની સલાહ આપવામાં આવી. ઈઝરાયલી સેના(IDF)એ જણાવ્યું કે તેઓ ઈરાન તરફથી આવતા મિસાયલોને રોકવા માટે સક્રિય છે અને જરૂરી લક્ષ્યો પર હમલાઓ કરી રહ્યા છે.
“Help from Allah and an imminent conquest” (Holy Quran: 61:13).
The Islamic Republic will triumph over the Zionist regime by the will of God. pic.twitter.com/sUZvapaV4G
— Khamenei.ir (@khamenei_ir) June 16, 2025
અહેવાલ મુજબ, ઇઝરાયલના મધ્ય વિસ્તારમાં અનેક મિસાઇલ પડી હતી. ડોકટરો અને કટોકટી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જયારે જેરુસલેમમાં વિસ્ફોટ થયા છતાં સાયરન ન વાગતા લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ઇઝરાયલમાં સાયરન વાગ્યા અને નાગરિકોને સલામતી માટે બોમ્બ આશ્રયસ્થાનોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
આ ઘટના ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધતા તણાવના નવા તબક્કા દર્શાવે છે, અને સંભવિત વિસ્તૃત સંઘર્ષ માટે ગંભીર ચેતવણી છે