Israel-Iran War: ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં તણાવ વધ્યો: IRGCએ ટ્રમ્પને કડક ચેતવણી આપી
Israel-Iran War: ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ હાલમાં અમેરિકાની રાજકીય અને સૈનિક કાર્યવાહી સામે સખત પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, “અમેરિકા હવે સીધા આ યુદ્ધમાં પ્રવેશ્યું છે અને ઈરાનની પવિત્ર જમીનનું ઉલ્લંઘન કર્યું છે. જો તમે યુદ્ધ શરૂ કર્યું છે, તો અમે તેનો અંત લાવીશું.”
આ વિવાદ ત્યારે ઊભો થયો છે જ્યારે અમેરિકાએ રવિવારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા અથડામણમાં ભાગ લીધો અને ઈરાનના ત્રણ પરમાણુ સાઇટ પર હમલાઓ કર્યા. આ હમલાઓને કારણે યૂદ્ધ નવું આકાર લઈ શકે એવી ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. રશિયા અને ચીન જેવા મહાસત્તાઓએ આ હમલાને નકારી સખત નિંદા કરી છે.
IRGCએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ‘જુગારી’ ગણાવ્યા છે અને તેમના પર ‘લક્ષિત અને ભારે’ જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ઈબ્રાહિમ ઝોલ્ફાઘરીએ વધુમાં કહ્યું, “અમેરિકા હવે ભયંકર, ખેદજનક અને અણધાર્યા પરિણામો માટે તૈયાર રહે.” તેમણે ટ્રમ્પને સીધા અંગ્રેજીમાં સંબોધતા કહ્યું: “શ્રી ટ્રમ્પ, તમે આ યુદ્ધ શરૂ કર્યું છે, પણ અમે એનું અંત લાવશું.”
આ ઘટના વચ્ચે, સમગ્ર વિશ્વમાં આ વિવાદનો પ્રભાવી સંદેશ ફેલાઈ રહ્યો છે અને યૂદ્ધની શક્યતા વધવા સાથે આ પ્રદેશમાં સારા સંબંધો માટે ભારે પડકાર ઉભા થઈ રહ્યા છે.