Israel Iran war update: યુદ્ધવિરામ પછી પણ ઈરાનનો મિસાઇલ હુમલો, ઈઝરાયલમાં ગુસ્સાનો સ્ફોટ – “તેહરાન ધ્રૂજશે”
Israel Iran war update: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ પડ્યાં પછી માત્ર અઢી કલાકે જ ફરી તણાવ વધ્યો છે. ઈરાને મંગળવારના રોજ ઈઝરાયલ પર મિસાઇલ છોડી હોવાનું ઈઝરાયલ તરફથી દાવો કરવામાં આવ્યું છે. હુમલા બાદ ઉત્તર ઈઝરાયલમાં સાયરન વગાડી દેવામાં આવ્યા હતા, અને સમગ્ર વિસ્તારમાં ચિંતાનું માહોલ સર્જાયો.
યુદ્ધવિરામ… પરંતુ માત્ર 3 કલાકનો શાંતિકાળ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માધ્યસ્થતા પછી 12 દિવસના યુદ્ધને વિરામ આપતો યુદ્ધવિરામ બંને દેશોએ સ્વીકાર્યો હતો. પરંતુ યુદ્ધવિરામ અમલમાં આવતા 3 કલાકની અંદર જ ઈરાને હુમલાથી શાંતિનો વચન તોડ્યો.
ઈઝરાયલનો વરિષ્ઠ પ્રતિસાદ – “જવાબ મળશે”
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે સૈન્યને “બળપૂર્વક જવાબ આપવા” આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે “યુદ્ધવિરામનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે, અને હવે ઇરાની અર્ધલશ્કરી દળો અને સરકારી ઇમારતોને નિશાન બનાવવામાં આવી રહી છે.”
Sirens sounding in northern Israel due to missile fire from Iran pic.twitter.com/woGhqD7VCK
— Israel Defense Forces (@IDF) June 24, 2025
સ્મોટ્રિચે કહ્યું: “તેહરાન ધ્રૂજશે”
ઇઝરાયલી નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે પણ ઈરાની હુમલા અંગે આક્રમક નિવેદન આપ્યું હતું: “ઇઝરાયલી સૈન્યના હુમલાની એવી અસર થશે કે તેહરાન ધ્રૂજી જશે.”
⭕️”In light of the severe violation of the ceasefire carried out by the Iranian regime, we will respond with force.”
-The Chief of the General Staff, LTG Eyal Zamir in a situational assessment now
— Israel Defense Forces (@IDF) June 24, 2025
ઇઝરાયલનું પહેલાનું વલણ – વિરોધ નહી, દેખાવ જોઈશું
હમલાથી પહેલાં, ઈઝરાયલના મીડીયા મુજબ, દેશ સાંજે 7 વાગ્યા સુધી કોઈ લશ્કરી કાર્યવાહી નહીં કરે અને તેહરાન તરફથી પ્રતિસાદ જોઈને લાંબા ગાળાના યુદ્ધવિરામ અંગે નિર્ણય લેશે એવું જણાયું હતું. પણ હવે હાલત ફરીથી બગડતી દેખાઈ રહી છે.
ઈરાનના આ મિસાઇલ હુમલાઓ યથાવત યુદ્ધવિરામને મુશ્કેલ બનાવી રહ્યા છે. બંને પક્ષો હવે ફરી વખત ટકરાવના માર્ગે હોય તેવો સંકેત મળે છે.