Israel: ઇઝરાયલ કાત્ઝેનું સ્પષ્ટ સંદેશ: દુશ્મનોને મળશે સખત જવાબ
Israel: ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે તાજેતરમાં એક કડક અને સીધી ચેતવણી આપી છે. તેમણે દેશોને સંકેત આપ્યો છે કે જે કોઈ ઇઝરાયલની સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તેને કડક જવાબ આપવામાં આવશે. કાત્ઝે કહ્યું હતું કે “જે કોઈ ઇઝરાયલ સામે હાથ ઉપાડશે તેનો હાથ કાપી નાખવામાં આવશે” અને હુથીઓને તેમના હુમલાઓની ભારે કિંમત ચૂકવવી પડશે.
યમનમાં હુથીઓ પર ઇઝરાયલના હવાઈ હુમલાઓ
યમનના હુથી બળવાખોરો પર ઇઝરાયલના હવાઈ હુમલાઓ છેલ્લા કેટલાક દિવસોમાં તેજ થયા છે. ઇઝરાયલી સેના દ્વારા હુથીઓના કબજા હેઠળ આવેલ હોદેઇદા, રાસ એસા, અને સલીફ સહિતના મહત્વપૂર્ણ બંદરો પર સોમવારે વહેલી સવારે હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા છે.
ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે આ બંદરોનું ઉપયોગ હુથીઓ દ્વારા ઇરાનથી શસ્ત્રો લાવવા માટે થાય છે અને આ શસ્ત્રોનો ઉપયોગ ઇઝરાયલ અને તેના સાથી દેશો સામે આતંકવાદી હુમલાઓમાં થાય છે.
‘ગેલેક્સી લીડર’ જહાજ પર પણ હુમલો
ઇઝરાયલી સેનાએ એ પણ જણાવ્યું કે તેમણે હુથી બળવાખોરોના કબજા હેઠળ આવેલા વાહન વહન કરતી ‘ગેલેક્સી લીડર’ જહાજ પર હુમલો કર્યો છે. આ જહાજનો કબજો હુથીઓએ નવેમ્બર 2023માં ઇઝરાયલ-હમાસ સંઘર્ષ દરમિયાન લીધો હતો. આ જહાજ ઇઝરાયલી અબજોપતિ ઉદ્યોગપતિનું છે.
דין תימן כדין טהרן.
במסגרת מבצע “דגל שחור”, צה”ל תקף כעת בעוצמה מטרות טרור של שלטון הטרור החות’י בנמלים חודיידה, א-סאליף וראס עיסא, את תחנת הכוח ראס קאטיב, ואת הספינה “גלקסי לידר” שנחטפה ע”י החות׳ים לפני כשנתיים ומשמשת כיום לפעילות טרור בים האדום.
כפי שהזהרתי: דין תימן כדין…
— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) July 6, 2025
હુથીઓએ જવાબમાં મિસાઇલ હુમલો કર્યો
હુથી બળવાખોરોએ ઇઝરાયલના હુમલાઓની પુષ્ટિ કરી છે અને બદલા તરીકે મિસાઇલ હુમલો કર્યો છે. ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે તેમણે આ મિસાઈલને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે લક્ષ્ય સુધી પહોંચી ગઇ હતી. હાલ, આ હુમલામાં કોઈ જાનહાનિની જાણકારી મળતી નથી.
ઇઝરાયલનો ટેન્શન
હુથીઓ અને ઈરાન વચ્ચે સંબંધો અને સશસ્ત્ર અથડામણો વચ્ચે, ઇઝરાયલ સાવચેતી રાખી રહ્યું છે અને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા લાભ માટે ત્વરિત અને કડક પગલાં લેવાનો સંકલ્પ કરી ચૂક્યું છે. સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝેના નિવેદનો દ્વારા સ્પષ્ટ છે કે ઇઝરાયલ પોતાની સલામતી માટે કોઈ પણ ધમકી સામે કડક હથિયાર વાપરવા તૈયાર છે.