કોરોના વાયરસથી વિશ્વના અનેક દેશો સંક્રમિત છે અને 1 લાખ 80 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હાલ ઈટાલી સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યાં કોરોનાવાયરસના કારણે સોમવારે 349 લોકોના મોતના સમાચાર આવ્યા છે. અગાઉ રવિવારે 368 લોકોના મોત થયા હતા. તેની સાથે જ ઈટાલીમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 2100થી વધુ ગઈ છે. જણાવી દઈએ કે, ભારતમાં કોરોનાવાયરસના 137 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો ઈટાલીમાં એક દિવસમાં 349 લોકોના મોત થઈ ચૂક્યા છે.
કોરોનાવાયરસના કારણે સૌથી વધારે અસર ઈટાલીમાં જોવા મળી રહી છે. સોમવારે ઈટાલીમાં 349 લોકોના મોત થઈ ચૂંક્યા છે અને ઈટાલીમાં કોરોનાવાયરસથી મરનારની સંખ્યા 2,158 સુધી પહોંચી ગઈ છે. તે સાથે જ 3233 નવા કન્ફર્મ કેસ પણ સામે આવ્યા છે અને કોરોનાવાયરસની ઝપેટમાં આવનાર લોકોની સંખ્યા વધીને 27 હજાર 980 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચીનથી બહાર કોરોના વાયરસથી મોતનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના 162 દેશમાં કોરનાથી મરનારની સંખ્યાનો આંકડો 7,164 પર પહોંચી ગયો છે. એવામાં ચીનમાં 3,226 લોકો અને ચીનથી બહારના દેશોમાં અત્યાર સુધીમાં 3,938 લોકોની મોત થઈ ચૂકી છે.