નવા વર્ષની શરૂઆત જાપાન માટે ખૂબ જ ડરામણી રહી છે. સૌ પ્રથમ, નવા વર્ષ નિમિત્તે, જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે અહીંના લોકોને હચમચાવી દીધા. મંગળવારે સાંજે એરપોર્ટ રનવે પર જાપાની એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી.
ટોક્યો: જાપાનમાં શક્તિશાળી ભૂકંપના એક દિવસ બાદ મંગળવારે સાંજે ટોક્યોના હાનેડા એરપોર્ટના રનવે પર જાપાની એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી.
વિમાનમાં 379 મુસાફરો હાજર હતા
જે પ્લેનમાં આગ લાગી હતી તેમાં 379 મુસાફરો હતા. જો કે, સદ્નસીબ વાત એ હતી કે તમામ 379 મુસાફરો અને ક્રૂને પ્લેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
કે પ્લેન સળગી રહ્યું છે અને તેમાં જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે. ફાયરના જવાનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે હાનેડા એ જાપાનના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે અને નવા વર્ષની રજાઓમાં ઘણા લોકો અહીંથી મુસાફરી કરે છે.
કેવી રીતે થયો અકસ્માત?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લેન્ડિંગ પછી તે અન્ય પ્લેન સાથે અથડાયું, જેના કારણે તેમાં આગ લાગી. NHK ટીવીએ અહેવાલ આપ્યો છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક ટીવી દ્વારા દર્શાવવામાં આવેલ વિડિયોમાં જાપાન એરલાઈન્સનું વિમાન રનવે પર ઉડવાની સાથે જ આગ અને ધુમાડાના પ્રચંડ વિસ્ફોટને દર્શાવે છે. આ પછી વિંગની આસપાસના વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી.
અહેવાલો અનુસાર, આ વિમાન JAL ફ્લાઇટ 516 હતું, જેણે જાપાનના શિન ચિટોઝ એરપોર્ટથી હાનેડા માટે ઉડાન ભરી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી.