જસ્ટિન બીબર એક એવુ નામ કે જેને આજની યુવા પેઢી ફોલો કરતી હોય છે. જેનુ એક ગીત ‘બેબી બેબી’ આજે પણ લોકોનાં મોઢે સાંભળવામાં આવે છે. યુવા પેઢી માટે એક આઇડલ જસ્ટિન બીબરે પોતાના જીવનને લઇને એક મોટો ખુલાસો કર્યો છે.
જસ્ટિન બીબર દ્વારા પોતાના સંઘર્ષનાં દિવસોથી લઇને પ્રસિદ્ધિ મેળવી સુધીની યાત્રા અને તે પછી ડ્રગ્સની ખરાબ લતથી ઘેરાયેલા હોવાને લઇને ખુલાસો કર્યા બાદ માઇલી સાયરસ અને એડ શીરન સહિત તેના ઘણા મિત્ર તેના સમર્થનમાં આવી ગયા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ‘Sorry’ ના ગાયકે, ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટ દ્વારા, તેના પ્રારંભિક સંઘર્ષો અને 13 વર્ષની ઉંમરે વૈશ્વિક સ્ટાર બનવાના માનસિક અને શારીરિક તણાવ વિશે વાત કરી હતી, જેના કારણે તેને ડ્રગ્સની લત લાગવાની સાથે આત્મહત્યા કરવાનો વિચાર આવવા લાગ્યો.
શીરન, સાયરસ, સિન કિંગ્સટોન અને ખ્લો કર્દાશિયન જેવી હસ્તીઓએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરી. તેમાંથી કેટલાક લોકોએ તેની વાર્તા શેર કરવા બદલ તેમનો આભાર માન્યો હતો, જ્યારે કેટલાકે તેને પ્રેમ અને સમર્થન આપવાની વાત કરી હતી. દરમિયાન સાયરસે કોમેન્ટ કરી, “શરૂઆતથી જ દોસ્ત રહ્યા, અંત સુધી રહીશું.” વળી ખ્લોએ લખ્યું, “આ ખૂબ જ સુંદર છે. આભાર. અમને તમારા પર ગર્વ છે. ભગવાન હંમેશા તમારા પર આશીર્વાદ બનાવી રીખે.”
બીબરે પોસ્ટ દ્વારા ચાઇલ્ડ સ્ટાર તરીકેનાં તેના સંઘર્ષ વિશે જણાવ્યુ. તેણે સ્વીકાર્યું કે વધુ ડ્રગ્સ લેવાના કારણે 19 વર્ષની ઉંમરે તેના તમામ સંબંધો બગડ્યા હતા. તેણે લખ્યું છે કે, “મહિલાઓ પર ગુસ્સો વ્યક્ત કરવાની સાથે જ મેં તેમનું અપમાન કરવાનું શરૂ કર્યું હતુ. હું તે દરેક વ્યક્તિથી દૂર થઇ ગયો કે જે મને પ્રેમ કરતા હતા.