Khamenei on Syria: સિરીયાના સંકટ પર ખમનેઈના આક્ષેપ,પડોશી દેશો અને પશ્ચિમની ભુમિકા પર સવાલ
Khamenei on Syria: ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમનેઈએ બુધવારે સિરીયાના પરિસ્થિતિઓ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે સિરીયામાં થયેલા તખ્તાપલટ માટે સીધા જ અમેરિકા અને ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યા. ખમનેઈએ કહ્યું, “કોઈએ આ બાબતે શંકા રાખવી નહીં જોઈએ કે સિરીયામાં જે થયું તે અમેરિકા અને ઈઝરાયલની સંયુક્ત સાજિશનો હિસ્સો છે.” સાથે જ તેમણે સિરીયાના પડોશી દેશોની ભૂમિકા પર પણ આ સંકટને વેગ આપવાનો આરોપ મૂક્યો.
સિરીયાના તખ્તાપલટ માટે સીધો આરોપ
અલી ખમનેઈએ તેહરાનમાં હજારો લોકોને સંબોધિત કરતાં કહ્યું કે સિરીયાના તખ્તાપલટ પાછળના મુખ્ય સાજિશકર્તા અમેરિકા અને ઈઝરાયલ છે. તેમણે દાવો કર્યો કે, “અમારા પાસે એવા પુરાવા છે જે આ સાજિશને સમર્થન આપે છે અને કોઈ શંકાને સ્થાન આપતું નથી.” ખમનેઈએ જણાવ્યું કે સિરીયાના પડોશી દેશોની સરકારોએ પણ આ સંકટમાં સ્પષ્ટ ભૂમિકા ભજવી છે.
પડોશી દેશો પર નિશાન
ખમનેઈએ અમેરિકા અને ઈઝરાયલ સાથે સાથે સિરીયાના પડોશી દેશો પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ દેશોએ આ સંકટને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેમ છતાં તેમણે કોઈ ચોક્કસ દેશનું નામ લીધું ન હતું.
ઈરાને UNમાં ઉઠાવ્યો અવાજ
સીરિયામાં બળવા બાદ બળવાખોરોએ ઈરાની દૂતાવાસ પર હુમલો કર્યો હતો. ઈરાને આ હુમલાની નિંદા કરવા સંયુક્ત રાષ્ટ્રને અરજી કરી છે. ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને સુરક્ષા પરિષદના પ્રમુખ લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડને આ મુદ્દે ઔપચારિક પત્ર મોકલ્યો છે. પત્રમાં, ઈરાવાણીએ આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદા અને વિયેના સંમેલનો (1961 અને 1963)નું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું હતું.
A government in a neighboring country of Syria has played and is still playing a clear role in what’s happening. However, the primary conspirators and control room are in the United States and the Zionist regime. We have evidence of this that leaves no room for doubt for anyone.
— Khamenei.ir (@khamenei_ir) December 11, 2024
દૂતાવાસ પર હુમલાનું ઉલ્લંઘન
ઈરાને આ હુમલાને રાજનૈતિક સંબંધો પર વિયેના કન્વેન્શનનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. પત્રમાં ઈરાવાનીએ સંયુક્ત રાષ્ટ્રને તરત હસ્તક્ષેપ કરવા અને આ મામલે નિંદા પ્રસ્તાવ પાસ કરવાની માંગ કરી છે.