દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આ મહામારી વચ્ચે અનેક પ્રકારની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કોરોના સામે રક્ષણ અને તેનાથી સાવચેતી રાખવા માટે સરકાર તરફથી સતત સૂચના આપવામાં આવી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી ભારતને ચેતવણી આપવામાં આવી છે. સર્ક્યુલેટ થઇ રહેલા મેસેજમાં કરવામાં આવેલા દાવાની તપાસ પીઆઈબી ફેક્ટ ચેક ટીમ કરી અને તેની હકીકત જણાવી.વાયરલ થઇ રહેલા મેસેજમાં લખ્યુ છે કે આગળના 24 કલાક ભારત માટે ભારે, WHO ICMRની ભારતને ચેતવણી. પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે આ મેસેજને ફેક કરાર દીધો છે. ફેક્ટ ચેકની ટીમે ટ્વીટ કરીને લખ્યુ કે એક ફેક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાઇરસના વધી રહેલા કેસોને જોતા WHO તરફથી ભારતને ચેતવણી આપવામાં આવી છે. તેના પર WHOSEARO દ્વારા પહેલા પણ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. કૃપ્યા કરી આવા મેસેજ ફોરવર્ડ ના કરો. કોરોના મહામારીના આ સમયમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના ફેક મેસેજ અને દાવા વાયરલ થઇ રહ્યા છે. કેટલાકમાં કોરોનાથી સાજા થવાની દવા અંગે પણ દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સરકાર સતત લોકોને સતર્ક કરી રહી છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમ સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઇ રહેલા સંદિગ્ધ મેસેજ અને દાવાની તપાસ કરી હકીકત સામે લાવી રહી છે.